Hindi, asked by hafsaalvia7456, 3 months ago

Give lion and mouse story in gujarati

Answers

Answered by alibhaalibha63
5

એક દિવસ જંગલમાં એક સિંહ પરિવારના ગુજરાન માટે ફરી રહ્યો હતો. આજે ખાવા માટે શિકાર ના મળ્યો. એ થાક્યો હતો…એ નારાજ હતો. એ ઉંડા વિચારોમાં હતો કે “આજે શું થશે ? પત્ની બાળકો શું ખાશે ?” ….એની નજર જમીન પર ન હતી , અને એ અચાનક શિકારીની જાળમાં ફસા ગયો. છુટવા માટે અનેક પ્રયત્નો કર્યા પણ છુટી શક્યો નહી ….સાંજનો સમય થઈ ગયો હતો અને થોડી જ વારમાં શિકારી આવશે અને એને પિંજરામાં કેદી કરી લઈ જશે …પરિવારનું શું થશે ?…..આવા વિચારો સાથે એ ધ્રુજતો હતો. એક જંગલના રાજા તરીકે એને ખુબ જ અભિમાન હતું આજે એ લાચાર હતો !

થોડો સમય આવા વિચારોમાં વહી ગયો !…..અને, એક ઉંદર ત્યાં આવ્યો. એણે સિંહને જાળમાં જોયો.

“સિંહ રાજ, આ શું થયું ?” ઉંદરે સિંહને પુછ્યું.

“અરે, હું વિચારોમાં હતો, અને જમીન પર જોવા વગર ચાલ્યો તેનું આ પરિણામ છે !” સિંહે જવાબ આપ્યો.

“હું તમોને મદદ કરી શકું છું ” ઉંદરે કહ્યું.

“અરે, ઓ બાળક, આ રમત નથી !…આ જાળમાંથી છુટવા મારા જેવા જોરાવર હરી ગયા તો તું કમજોર કાંઈ જ ના કરી શકે. જા, અહીથી દુર જા !” સિંહે ખિજાઈ કહ્યું અને હસીમાં ઉંદરના શબ્દોને ગણ્યા.

ઉંદર શાંત રહ્યો….એ તો જાળ નજીક આવ્યો…….એના દાંતોથી જાળને કરડી કાપવા માંડ્યો……અને થોડા જ સમયમાં જાળમાં એક મોટું કાણું થઈ ગયું …..સિંહ સહેલાયથી જાળ બહાર હતો…..એ અચંબાથી ભરપુર હતો !…..એનું અભિમાન પીગળી ગયું હતું …એના મુખે પળ માટે કોઈ શબ્દો ન હતા….અને નમ્રતાથી બોલ્યો…” ભાઈ ઉંદર, મેં મારી શક્તિના અભિમાનમાં તારૂં અપમાન કર્યું ….મેં તને એક નાના નિર્બળ પ્રાણી તરીકે ગણ્યો, અને તેં જ્યારે મદદ કરવા કહ્યું ત્યારે તને મેં મુરખ માની હસીને મજાક કરી ત્યારે પણ તું શાંત હતો. મારી આ થયેલી ભુલ માટે હું માફી માંગુ છું !”

ઉંદરે સિંહના શબ્દો શાંતીથી સાંભળ્યા. એના દીલમાં એક શુભ કાર્ય કર્યાની ખુશી હતી. એ બોલ્યો..” મોટાભાઈ હવે રાત્રી થઈ જશે. ઘરે તમારો પરિવાર તમારી રાહ જોતા હશે..તમે જલ્દી જાઓ !”

સિંહે ઉંદર તરફ પ્રેમથી જોયું ..અને છલાંગો મારતો દુર ગયો તે નિહાળી ઉંદર એક અનોખા આનંદમાં હતો !

ડો ચંદ્રવદન મિસ્ત્રી

બે શબ્દો…

આ “ટુંકી વાર્તા” છે….એને તમે “બાળ વાર્તા” કે “બોધ કથા” કહો.

આ “ઉંદર અને સિંહ”ની વાર્તા ફક્ત ઉદાહરણરૂપે જ છે !….આ વાર્તાને માનવ જીવન સાથે સરખાવો !

માનવી એના “અભિમાન”માં અનેક ભુલો કરે છે !….એને “મોટાપણું” એના દેહ કે શક્તિ કારણે થાય ….તો કોઈ વાર એને એના “ધન” કે “જ્ઞાન”ના કારણે થાય !…જે કંઈ કારણ હોય…પણ સર્વનું મુળકારણ છે “હુંપદ”(EGO ).

જ્યારે માનવી અભિમાનરૂપી અંધકારથી મુક્ત થાય ત્યારે એ શુભ કાર્યો તરફ વળે છે !

સ્વાર્થ કે અભિમાન છોડવો એ કંઈ સહેલું નથી …અશક્ય તો નથી જ !……કોઈક વાર માનવી “ભક્તિ પંથ ” પ્રથમ અપનાવે, અને આ “અંધકાર ” દુર કરે …તો કોઈ વાર એ પ્રભુથી દુર રહેવાનો નિર્ણય કરે અને જગતમાં કર્મ કરતા કરતા “જનકલ્યાણના કાર્યો ” કરવા લાગે, ત્યારે એ અજાણમાં પ્રભુ નજીક જ જાય છે !

અંતે આ ટુંકી વાર્તાનો સંદેશો આ છે >>>>>

અભિમાન છોડી, અન્યને નિહાળતા શીખો !

અને, જો તમે આવું કરશો તો, અન્ય માટે “પ્રેમ” જ હશે !

આવી હાલતમાં તમે “શુભ કાર્ય” જ કરી શકશો !

જો શુભ કાર્ય કરશો તો, એના પરિણામરૂપે તમોને વહેલો કે મોડો “પ્રેમ” જ મળશે !

ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી

Similar questions