Math, asked by shrutipatel07, 10 months ago

give me essay on eid in gujarati​

Answers

Answered by sagarnirapure914
19

Answer:

Ramzan Eid (રમઝાન ઈદ)

---> ખુદાના બંદાને બૂરાઈથી દૂર રાખીને અલ્લાહની નજીક લઈ જનાર પાક માસ એટલે રમજાન માસ. રમજાન માસમાં વાતાવરણમાં ધોલાતી અજાન અને એકીસાથ દુવા માટે ઊઠતા લાખોના હાથ જાણે ખુદા સાથેની મહોબતનો પયગામ આપી રહ્યા હોય તેવી પ્રતીતિ થાય છે.

---> રોજાને અરબીમાં સોમ કહે છે, જેનો મતલબ થાય છે રોકવું, પોતાની જાતને કુકર્મ કરતા રોકવી, રોજાનો અર્થ થાય છે કે બંદાએ પોતાની જાતને કામ, ક્રોધ, લોભ, મોહ, દ્વેષ, જેવા દુર્ભાવોથી બચાવવું.

---> આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહેવાથી સમજાય છે કે ભૂખ શું છે? તેથી ભૂખ્યા લોકો પ્રત્યે હમદર્દી અને દયાના ભાવ જાગે છે અને તે દાન કરવા પ્રેરાય છે. કુરાન શરીફમાં આ માસનું મહત્વ દર્શાવતા કહ્યું છે કે, સામાન્ય દિવસોમાં મનુષ્યનો સમય તેની શારીરિક જરૂરિયાતની પૂર્તિ કરવામાં જ જાય છે ત્યારે રોજામાં મનુષ્ય પોતાની ઈચ્છાઓ , ભૂખ, તરસ બધું જ અલ્લાહને સમર્પિત કરી દે છે અને સંપૂર્ણ ભાવ સાથે અલ્લાહને યાદ કરે છે.

---> આ પાક દિવસોમાં શરીરની નહિ પરંતુ રૂહાની જરૂરિયાતની પૂર્તિ માટે ખુદાએ રોજાની વ્યવસ્થા બનાવી છે. રમજાન માસમાં ત્રીસ દિવસનું મહત્વ સમજાવતા તેને ત્રણ ખંડમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં પહેલો ખંડ રહેમતનો છે. જેમાં અલ્લાહ તેના બંદાઓ પર રહેમતની દોલત લૂંટાવે છે. બીજો ખંડ બરકતનો છે જેમાં અલ્લાહ બંદાને ભૌતિક સંપદાનું વરદાન આપે છે.

---> ત્રીજો ખંડ માફીનો છે જેમાં અલ્લાહ તેના બંદાઓના ગુના માફ કરે છે અને સાચા દિલથી બંદગી કરનારનાં સમગ્ર પાપોને માફી મળી જાય છે.

રોજા પૂરા થતા ઈદ આવે છે તે દિવસે નમાજ પહેલાં જકાત ઉલ ફિત્ર એટલે કે દાન આપવામાં આવે છે. રમજાન માસમાં કરેલું પુણ્ય સિતેર ગણું મળે છે.

---> આ દિવસે દાનનો મહિમા વધારે હોય છે. આખા મહિનાના ઉપવાસ પૂર્ણ થતા ઈદના દિવસે વિભિન્ન વ્યંજનોનું ભોજન અને પરંપરાગત પરિધાન સાથે મુસ્લિમો બિરાદરો શ્રદ્ધા અને ઉત્સાહથી ઈદની ઉજવણી કરે છે.

---> રમજાન માસ આત્મ અવલોકનનો એક સુંદર અવસર પ્રદાન કરે છે. જેથી મનુષ્ય અંદર રહેલી બૂરાઈને દૂર કરી શકે છે. જો દરેક વ્યકિત આ રીતે પોતાની બૂરાઈ પર વિજય મળવે તો સમાજમાંથી આપો આપ બુરાઈનો ખાતમો થઈ જશે અને માનવતા અને ભાઈચારાનો ઉદય થશે.

✔️ Thank you ✔️

Similar questions