India Languages, asked by shumailanizam5486, 8 months ago

hasya lekhak essay in gujarati

Answers

Answered by dcjai
0

Answer:

in gujarat sourashtra people live there

Answered by koyel17
3

સવિશેષ પરિચય:

ફોટો: જ્યોતીન્દ્ર દવે

દવે જ્યોતીન્દ્ર હરિશંકર, ‘અવળવાણિયા’, ‘ગુપ્તા’ (૨૧-૧૦-૧૯૦૧, ૧૧-૯-૧૯૮૦) : હાસ્યલેખક. જન્મ વતન સુરતમાં. પ્રાથમિકથી કૉલેજ સુધીનું શિક્ષણ સુરતમાં. ૧૯૧૯માં મૅટ્રિક. ૧૯૨૩માં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૨૫માં એમ.એ. ૧૯૨૬-૩૩ દરમિયાન મુંબઈમાં ક. મા. મુનશી સાથે રહી ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તૈયાર કરવાની યોજનામાં જોડાયા અને ‘ગુજરાત’ માસિકના ઉપતંત્રી બન્યા. વચ્ચે થોડો સમય મુનશી જેલમાં જતાં પોતે મુંબઈની કબીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા. ૧૯૩૩-૩૭ દરમિયાન સુરતની એમ. ટી. બી. કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૩૭માં મુનશીના આગ્રહથી ફરી પાછા મુંબઈમાં ઓરિએન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં પહેલાં ભાષાંતરકાર અને પછી મુખ્ય ભાષાંતરકાર. ૧૯૫૬માં ત્યાંથી નિવૃત્ત થઈ મુંબઈની કેટલીક કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક. છેલ્લે માંડવી (કચ્છ)ની કૉલેજમાં ત્રણેક વર્ષ આચાર્ય. ૧૯૪૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૬માં સુરતમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષધના પ્રમુખ. નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત. અંતિમ વર્ષો મુંબઈમાં વિતાવી ત્યાં જ અવસાન.

ગાંધીયુગમાં બુદ્ધિલક્ષી નર્મમર્મયુક્ત હળવા નિબંધોના સર્જકો રા. વિ. પાઠક, ધનસુખલાલ મહેતા, વિજયરાય વૈદ્ય, ગગનવિહારી મહેતા, જયેન્દ્ર દૂરકાળ આદિનો જે વર્ગ આવ્યો તેમાં જ્યોતિન્દ્ર દવે સૌથી વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા. હાસ્યકાર તરીકેની ઊંચી શક્તિ અને હાસ્યપ્રેરક વ્યાખ્યાનો આપવાની ઉત્તમ આવડત એ બંને ગુણોનો એમાં ફાળો હતો. ‘રંગતરંગ’-ભા. ૧ થી ૬ (૧૯૩૨, ૧૯૪૧, ૧૯૪૧, ૧૯૪૧, ૧૯૪૪, ૧૯૪૬), ‘મારી નોંધપોથી’ (૧૯૩૩), ‘હાસ્યતરંગ’ (૧૯૪૫), ‘પાનનાં બીડાં’ (૧૯૪૬), ‘અલ્પાત્માનું આત્મપુરાણ’ (૧૯૪૭), ‘રેતીની રોટલી’ (૧૯૫૨), ‘નજર : લાંબી અને ટૂંકી’ (૧૯૫૬), ‘ત્રીજું સુખ’ (૧૯૫૭), ‘રોગ, યોગ અને પ્રયોગ’ (૧૯૬૦), ‘જ્યાં ત્યાં પડે નજર મારી’ (૧૯૬૫) તથા પોતાના પ્રતિનિધિ હાસ્યલેખોને સંપાદિત કરી પોતે જ પ્રગટ કરેલો સંગ્રહ ‘જ્યોતિન્દ્ર તરંગ’ (૧૯૭૬)- એ ગ્રંથોમાંના લેખો-નિબંધોમાં સાહિત્ય, કેળવણી, સામાજિક-રાજ્કીય આચારવિચાર, અંગત જીવનની રુચિ-અરુચિ, રોજિંદા જીવનની વસ્તુઓ અને ઘટનાઓ એમ માનવજીવનને સ્પર્શતી કોઈ પણ બાબત લેખકના હાસ્યનું લક્ષ બની છે. વસ્તુની અંદર રહેલી ન્યૂનતા, વિસંગતિ ને વિકૃતિ પારખવાની અપૂર્વ સૂઝ, માનવજીવન તરફ જોવાની સમભાવપૂર્ણ દ્રષ્ટિ તથા બહુશ્રુતતા-આ તત્વોના રસાયણમાંથી સર્જાયેલા એમના નિબંધો વક્રદર્શી કે છીછરા બન્યા વગર વિવિધ પ્રકારે હાસ્ય નિષ્પન્ન કરે છે. સંવાદચાતુર્ય, આડકથા, પ્રસંગો ને ટુચકાનો આશ્રય; આડંબરી ભાષાનો પ્રયોગ; વિચિત્ર પ્રકારની પરિસ્થિતિનું આયોજન; અત્યુક્તિ, અતિશયોક્તિ કે શબ્દરમતો, અલંકારો ઈત્યાદિ વિવિધ પ્રયુક્તિઓનો આશ્રય લેતી એમની શૈલી લીલયા હાસ્યને જન્માવે છે. ‘અવસ્તુદર્શન’, ‘અશોક પારસી હતો’, ‘મહાભારત : એક દ્રષ્ટિ’, ‘મારી વ્યાયામસાધના’, ‘સાહિત્યપરિષદ’ જેવા ઘણા નિબંધો એમની ઉત્તમ હાસ્યકાર તરીકેની શક્તિના નિદર્શક છે.

ઉપર્યુક્ત ગ્રંથોમાં નિબંધ સિવાય ‘લગ્નના ઉમેદવાર’ જેવી નાટ્યરચનામાં તથા ‘આત્મપરિચય’, ‘એ કોણ હતી ?’ જેવાં કાવ્યો-પ્રતિકાવ્યોમાં પણ એમની હાસ્યશક્તિ ફેલાઈ છે.

‘અમે બધા’ (૧૯૩૬) એ ધનસુખલાલ મહેતા સાથે રહી લખેલી હાસ્યપ્રધાન નવલકથા લેખકની હાસ્યકાર તરીકેની શક્તિનું બીજું મહત્વનું સોપાન છે. વિપિનચંદ્રના જન્મથી લગ્ન સુધીની ઘટનાઓને આલેખતી હોવા છતાં વિપિનચંદ્રને હાસ્યનું લક્ષ્ય બનાવી ‘ભદ્રં ભદ્ર’ જેવી ચરિત્રલક્ષી હાસ્યકથા લખવાનો અહીં લેખકોનો હેતુ નથી, એમનું લક્ષ્ય તો પોતાના વતન સુરતના સરેરાશ જીવનને હળવી નજરે નિહાળી એ લુપ્ત થઈ જાય તે પહેલાં ઝીલી લેવાનું છે. એટલે વિપિનચંદ્ર નવલકથામાં બનતી ઘટનાઓના પ્રત્યક્ષ કે પરોક્ષ સાક્ષી બનતા કડીરૂપ પાત્રનું કામ કરે છે.

‘વાઙમયવિહાર’ (૧૯૬૪)ના ખંડ ૪ ના સર્જકપરિચયના લેખો તથા ‘વાઙમયચિંતન’ (૧૯૮૪)ના સિંદ્ધાંતચર્ચાના લેખો એમની વિદ્વત્તાના દ્યોતક છે. સર્જકપરિચયના લેખોમાં જે તે સર્જકના વ્યક્તિત્વ અને સર્જનની વાત વખતોવખત હળવી બનતી શૈલીમાં આલેખી છે, તોપણ એમનાં સ્પષ્ટવક્તૃત્વ અને વિશદતાને લીધે ધ્યાન ખેંચે છે. ‘વાઙમયચિંતન’ ના લેખોમાં ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા’ ના ઉપક્રમે લેખકે રસશાસ્ત્ર ઉપર આપેલાં પાંચ વ્યાખ્યાનો, નાટક અને નાટયાનુભાવ વિશેના લેખો ને જ ઔચિત્ય, હાસ્યરસ ઇત્યાદિ સંદર્ભે કાવ્યચર્ચાના લેખો છે. એમાં ભારતીય કાવ્યશાસ્ત્ર વિશે એમણે કરેલાં કેટલાંક મૌલિક નિરીક્ષણો એમની પરિશીલનવૃત્તિનાં પરિચાયક છે.

‘વિષપાન’ (૧૯૨૮) એ સર્જનની પ્રારંભિક અવસ્થામાં રચાયેલું એમનું ઐતિહાસિક ત્રિઅંકી નાટક છે. ‘ભિક્ષુ અખંડાનંદ’ (૧૯૪૭) એ સોપાન સાથે રહી લખેલું ચરિત્ર છે. ‘વડ અને ટેટા’ (૧૯૫૪) એ મોલિયેરના પ્રહસન ‘માઈઝર’ નું રૂપાંતર છે. ‘સામાજિક ઉત્ક્રાન્તિ’ (૧૯૩૦) તથા ‘એબ્રહમ લિંકન-જીવન અને વિચાર’ (૧૯૬૧) એમના અનુવાદગ્રંથો છે. ‘વિપિનની નોટ્સ’ રાજેન્દ્રરાવ સોમનારાયણની નવલકથા ‘વિપિન’ ની માર્ગદર્શિકા છે. ‘બિરબલ અને બીજા’ (૧૯૪૪) એ બિરબલની હાસ્યકથાઓનું સંપાદન છે ‘ગુજરાતી સાહિત્ય : મધ્યકાલનો સાહિત્યપ્રવાહ’ (૧૯૨૯) એ જુદા જુદા વિદ્વાનો પાસે મધ્યકાલીન સાહિત્યના કેટલાક વિષયો પર લખાવેલા લેખોનો સહસંપાદિત ગ્રંથ છે.

-જયંત ગાડીત

Hope this helps you

Similar questions