India Languages, asked by pinalamitgandhpain9k, 1 year ago

i like to be doctor essay in gujarati​

Answers

Answered by ch45901
2

Answer:

ડૉક્ટર સમાજનો ખૂબ જ અગત્યનો સભ્ય છે. તેને ભગવાન પછીનો દરજ્જો આપવામાં આવેલો છે. તે આપણી બિમારીઓનું નિદાન કરે છે અને પછી દવા આપે છે. તે આપણને સાજા કરે છે.

ડૉક્ટરનું જીવન ખૂબ જ વ્યસ્ત હોય છે. તેના કામના કલાકો નક્કી હોતા નથી. કોઇ અણધાર્યો અકસ્માત થાય કે અણધારી ઘટના બને તો રાત્રે પણ ડૉક્ટર દર્દીની મુલાકાત લે છે. ડૉક્ટરને પૂરતો આરામ કે ઊંઘ મળતી નથી હોતી. ગામડામાં ડૉક્ટરને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણી વાર પૂરતી દવાઓ ન હોવા છતાં ડૉક્ટર દર્દીને બચાવવાનો પૂરતો પ્રયત્ન કરે છે. ડૉક્ટર પ્રેમાળ અને ધીરજવાળો હોય છે. તે હંમેશા હસતો અને આનંદમાં રહે છે. લોકોને ડૉક્ટરમાં ઘણો વિશ્વાસ હોય છે. આમ, ડૉક્ટર  એ સમાજનું  ખૂબ અગત્યનું અંગ છે.

Similar questions