India Languages, asked by alltimeindian6, 5 months ago

આપેલ મુદ્દા પર થી વાર્તા ગુજરાતી ની નોટ બૂક માં લખો

if you do not understand this language then do not give answer for you kind information this is gujrati

give answer in right way if you do not know the answer then do not give the answer

pls do not spam otherwise reported​

Attachments:

Answers

Answered by franktheruler
4

શીર્ષક: મહેનતનો કોઈ વિકલ્પ નથી

વેરાવળ ગામમાં એક ખેડૂત રહેતો હતો. તેને ચાર દીકરા હતા. ચારે ચાર ખૂબ જ આળસી હતા. આ કારણે ખેડૂતને દીકરાઓની ખૂબ જ ચિંતા રહેતી.

એક દિવસ ખેડૂત બીમાર પડી જાય છે. ત્યારે તે પોતાના ચારેય દીકરાઓને બોલાવે છે અને કહે છે, "બેટા, મારા હવે બહુ દિવસ રહ્યા નથી. એટલે મારે તમને એક વાત કહેવાની છે. આપના ખેતરમાં રૂપિયા ભરેલો ચરું છે. જો હું ના રહું તો તમે એ કાઢી વહેંચી લેજો."

આવી વાત કહી ખેડૂત અવસાન પામે છે. ધનની આશાએ ચારેય દીકરાઓ ખેતર ખોદી નાખે છે. પરંતુ, ખેતરમાંથી ધન મળતું નથી. તેઓ નિરાશ થઈ જાય છે.

ખોદેલા ખેતરમાં તેઓ બીની વાવણી કરે છે. ચોમાસામાં સારો પાક થાય છે. અને તેને વહેંચવાથી સારા એવા રૂપિયા પણ મળે છે. ત્યારે તેમને તેમના પિતાશ્રીની વાત સમજાઈ.

બોધ:

આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે સફળતા માટે આપણે મહેનત કરવી જ પડે છે. મહેનતથી બચવાનો કોઈ બીજો વિકલ્પ નથી.

Similar questions