India Languages, asked by rajracha2468, 1 year ago

importance of prayer in Gujarati language

Answers

Answered by TbiaSupreme
3

પ્રાર્થના વિશે આજ સુધીમાં દુનિયાની સર્વે ભાષાઓમાં સર્વકાળે એટલું બધું કહેવાયું છે કે કશું વિશેષ કહેવાનું ભાગ્યે જ રહે. તેમ છતાં માનવીમાત્રને શ્વાસ-ઉચ્છવાસની આવન-જાવન જેટલી સહજ આવશ્યકતા પ્રાર્થનાની રહે છે. એનું સ્વરુપ વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઇ શકે.

કાકાસાહેબ કાલેલકર કહે છે કે પ્રાર્થના એટલે પોતાના આદર્શ મુજબ પોતાનું જીવન ઘડીને ઇશ્વરને સમર્પિત કરવાની ક્રિયા. પોતાના મહામુલા જીવનની પ્રત્યેક પળ જેમણે માનવજાતિના કલ્યાણ માટે સમર્પિત કરી દેવાનો સંકલ્પ કર્યો હતો તેવા  મહાત્મા ગાંધીજીએ પોતાના અતિવ્યસ્ત દૈનિક જીવનક્રમ વચ્ચે પ્રભુપ્રાર્થનાને શ્વાસોચ્છવાસ સહજ અગત્યનું સ્થાન આપ્યું હતું. પ્રાર્થના એ શ્રધ્યાયુક્ત જીવન જીવતા માનવીના અંતરમાંથી વહેતું આનંદગાન છે. ગાંધીજી આત્મશુધ્ધીને સારું નિરંતર ઈશ્વર સ્તવન કરવું તેનું નામ પ્રાર્થના એમ કહે છે, તે સર્વથા ઉચિત છે. વિનોબાજીએ પ્રાર્થનાનું મહત્વ સમજાવતાં કહ્યું છે કે સ્નાન,ભોજન અને નિદ્રા એ ત્રણેયની જે ખુબીઓ છે તે બધું પ્રાર્થનામાં પણ છે જ. સ્નાનથી શરીરની શુધ્ધી થાય છે. ભોજનથી  દેહનું પોષણ થાય  છે તથા નિદ્રા માનવીને ઉત્સાહ અને આરામ આપનાર છે, તેમ પ્રાર્થના પણ મનનું સાત્વિક રીતે પોષણ કરે છે.

પ્રાર્થનાને કેટલાક લોકો કેવળ સદાચારાયુક્ત ક્રિયાકાંડ,નિત્યક્રમ સમજે છે. એમાં સત્યનો અંશ જરુર છે; પણ પ્રાર્થના એથી ઘણી વિશેષ છે. પ્રાર્થના કેવળ ક્રિયાકાંડ બની જાય તો એમાં એક પ્રકારની યાંત્રિકતા, જડતા, સ્થગિતતા પ્રવેશતી હોય છે. પ્રાર્થના માનવીનો ઈશ્વર સાથેનો સીધો સંવાદ છે. પ્રાર્થના આત્મબળ બક્ષે છે, ચારિત્ર્ય નિર્માણ કરે છે, ચંચળ મનને અડગતા તરફ દોરી જાય છે, પવિત્રતાનો મંત્ર આપે છે, વિશ્વશાંતિ તરફ દોરી જાય છે. કર્મફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરવાની માનવીને સતત પ્રેરણા આપે છે. પ્રાર્થના ભાવના છે, ઊર્મિનું અસ્ખલિત વહેણ છે, પરમતત્વની સમીપ પહોંચવાની ચાવી છે. પ્રાર્થના આનંદની અનુભૂતિ કરાવે છે, સાક્ષાતકારની અનુભૂતિ કરાવે છે. તે હોઠ પરથી નહિ પરંતું હ્રદયના ઊંડાણમાંથી આવે. જીભ દ્વારા ઉચ્ચારાયેલા શબ્દોને બદલે અંતરતમ ગુહામાંથી કેવળ મૌન બનીને પ્રગટ થાય એ આવકાર્ય સ્થિતિ ગણાય.  

આથી જ મહર્ષિ શ્રી અરવિંદે સાચું જ કહ્યુ છે કે..............

“A Prayer, a master card, a king idea,

Can link man’s strength to a transcendent force”.


Similar questions