Hindi, asked by amit201439, 2 months ago

સંપ ત્યાં જંય કહેવત સમજાવો in Gujarati ​

Answers

Answered by begamsabnajbegam
0

Answer:

એક હતો ખેડૂત. તેને પાંચ દીકરા હતા. તે બધા બળવાન અને મહેનતુ હતા. પણ તેઓ અંદરોઅંદર એકબીજા સાથે લડતા-ઝઘડતા રહેતા હતા.

ખેડૂતની ઈચ્છા હતી કે પાંચેય દીકરા ઘરમાં સંપીને શાંતિથી રહે. એટલે તે એમને ખૂબ સમજાવતો. પરંતુ ખેડૂતની સલાહની દીકરાઓ પર કોઈ અસર થતી નહિ. તેથી ખેડૂત હંમેશા ચિંતાતુર રહેતો.

એ રોજ વિચાર કરતો કે આ છોકરા સંપીને રહે તે માટે શું કરવું જોઈએ? એક દિવસ અચાનક તેને ઉકેલ મળી ગયો. તેણે પાંચેય દીકરાને પોતાની પાસે બોલાવી કહ્યું: 'જુઓ આ લાકડાની ભારીમાંથી એક પણ લાકડી કાઢ્યા વિના આખી ભારી તમારામાંથી કોણ તોડી શકે છે?'

ખેડૂતના દરેક દીકરાએ વારાફરતી લાકડાની એ ભારી હાથમાં લીધી. દરેકે તે ભારીને તોડવા બળપૂર્વક ખૂબ પ્રયત્ન કર્યો.

Hope it help you..

Similar questions