કોરોના વાયરસ પર નિબંધ
in Gujarati
Answers
Answer:
પ્રસ્તાવના: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ કોરોના વાયરસને રોગચાળો જાહેર કર્યો છે. કોરોના વાયરસ ખૂબ સૂક્ષ્મ પરંતુ અસરકારક વાયરસ છે. કોરોના વાયરસ માનવ વાળ કરતા 900 ગણો નાનો છે, પરંતુ કોરોનાનું સંક્રમણ વિશ્વભરમાં ફેલાય ગયુ છે.
* કોરોનાવાયરસ એટલે શું ?
કોરોના વાયરસ (સીઓવી) એ વાયરસની એવી પ્રજાતિ સાથે સંકળાયેલ છે, જેનો સંક્રમણથી શરદીથી માંડીને શ્વાસ લેવામાં તકલીફ સુધીની સમસ્યાઓનું કારણ બની શકે છે. આ વાયરસ પહેલાં કદી જોવા મળ્યો નથી. ડિસેમ્બરમાં ચીનના વુહાનમાં વાયરસનું સંક્રમણ શરૂ થયુ હતુ. ડબ્લ્યુએચઓ મુજબ, તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ એ તેના લક્ષણો છે. હજી સુધી વાયરસના ફેલાતો રોકવા માટે કોઈ વેક્સીન બની નથી પરંતુ ભારત સહિત દુનિયાના તમામ વૈજ્ઞાનિકો તેની શોધ માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે અને એક દિવસ આ વેક્સીન પણ તૈયાર થઈ જશે.
તેના સંક્રમણના ફળ સ્વરૂપ વાઇરસની સીધી અસર ફેફસાં ઉપર થાય છે. તેનાં મુખ્ય બે લક્ષણો છે તાવ તથા સતત ખાંસી થવી. ઘણી વખત દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કોરોના વાઇરસને કારણે અસામાન્યપણે ઉધરસ આવી શકે છે. આવી ઉધરસ 24 કલાકમાં ત્રણ કે તેથી વધુ વખત આવતી હોય છે, જો ખાંસીની સાથે ગળફો આવે તો તે ગંભીર લક્ષણ છે.