India Languages, asked by Noor3862, 4 months ago

INDIA PAR NIBANDH IN GUJARATI

Answers

Answered by Anonymous
7

ભારતીય ગણરાજ્ય એ અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો દક્ષિણ એશિયા સ્થિત દુનિયાનો સૌથી મોટું લોકશાહી તંત્ર ધરાવતો દેશ છે. આ સાથે ભારત ક્ષેત્રફળ પ્રમાણે વિશ્વમાં સાતમા નંબરનો અને વસ્તી ગણના પ્રમાણે બીજા નંબરનો દેશ છે. ભારતના એક અબજથી વધુ નાગરિકો આશરે ચારસો જેટલી જુદી-જુદી ભાષાઓ બોલે છે. ભારત, ખરીદશક્તિની ક્ષમતા પ્રમાણે દુનિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર, અને દુનિયાનું બીજું સૌથી ઝડપથી આગળ વધી રહેલું અર્થતંત્ર છે. આર્થિક સુધારાઓને કારણે છેલ્લા ૨૦ વર્ષમાં ભારતનું વિશ્વભરમાં એક મોકાના સ્થાન તરીકેનું મહત્વ ઘણું વધ્યું છે.

એશિયામાં મોકાના સ્થાન પર આવેલો, ભારતીય ઉપખંડના મોટા ભાગ પર છવાયેલો, ભારત દેશ મોટી સંખ્યામાં ઘણા વ્યસ્ત વેપારી માર્ગો ધરાવે છે. તેની સરહદો તેને પાકિસ્તાન, ચીન, મ્યાનમાર, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, અને અફઘાનિસ્તાન1 સાથે જોડે છે. શ્રીલંકા, માલદીવ્સ ટાપુઓ અને ઇન્ડોનેશિયા, હિંદ મહાસાગરમાં ભારતની નજીક આવેલા દેશો છે. દુનિયાની કેટલીક પ્રાચીનતમ સંસ્કૃતિઓના ઘર એવા ભારત દેશે ૧૯૪૭માં લગભગ ૧૯૦ વર્ષના બ્રિટિશ શાસનમાંથી અહિંસક માર્ગે આઝાદી મેળવી.

ભારતમાં ઐતિહાસિક સિંધુ ખીણની સંસ્કૃતિ ઉદ્‌ભવી હતી. વિશ્વના પ્રમુખ ધર્મો પૈકી ચાર એવા હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ ધર્મનો ઉદ્‌ભવ પણ ભારતમાં થયો હતો. આ ઉપરાંત પારસી ધર્મ અને અન્ય અબ્રાહ્મણીય ધર્મો જેવાં કે ઇસ્લામ, ખ્રિસ્તી, અને યહૂદી ધર્મો આશરે ઇસુની પહેલી સદીની આસપાસ ભારતમાં આવ્યા. આ બધા ધર્મોએ ભારતની સંસ્કૃતિ પર પોતાનો પ્રભાવ પાડ્યો અને તેને વધુ સમૃદ્ધ બનાવી.

ભારત ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોનું બનેલું એક ગણરાજ્ય છે. ભારત ધર્મ, જાતિ, ભાષા અને સંસ્કૃતિની વિવિધતા ધરાવતો એક વિશાળ સમાજ છે. 'અનેકતામાં એકતા' અને વિવિધતા એ ભારતની આગવી ઓળખ છે.

આ દેશની મોટાભાગની સ્થાનિકભાષાઓમાં ભારતના નામે ઓળખાય છે. શકુંતલા અને દુષ્યંતના પુત્ર ભરતના નામે આ દેશ ભારત તરીકે ઓળખાય છે. ભરત રાજા અત્યંત પરાક્રમી હતાં અને તેમણે અનેક દિગ્વિજયો કર્યા હતાં.

જોકે આંતરાષ્ટ્રીય સ્તરે ભારત 'ઇન્ડીયા'ના નામે વધુ ઓળખાય છે. ભારતનાં બંધારણની કલમ ૧ મુજબ આ દેશને 'ભારત' અથવા 'ઇન્ડીયા' નામે ઓળખાશે. ઇન્ડીયા નામ 'સિંધુ' નદી પરથી પડ્યું છે, જે પરથી જૂની ફારસી ભાષામાં "હિન્દુ" શબ્દ રચાયો. આ હિન્દુ શબ્દનું અપભ્રંશ થઇને 'ઇન્ડસ' શબ્દ રચાયો, જે પરથી આ દેશને 'ઇન્ડીયા' નામ મળ્યું. જૂની ગ્રીક ભાષામાં આ દેશને 'ઇન્દોઇ' એટલે કે 'ઇન્દુના લોકો' તરીકે ઓળખાય છે

ભારત ભૌગોલિક રીતે ચોતરફથી કુદરતી સીમાઓ વડે રક્ષાયેલું છે. ઉત્તરમાં હિમાલયની દુર્ગમ પર્વતમાળાઓ, દક્ષિણમાં હિંદ મહાસાગર, પૂર્વમાં ગીચ જંગલો અને પશ્ચિમમાં વિશાળ રણો તેને બીજા ભૂખંડોથી અલગ પાડે છે. આથી જ તેને ભારતીય ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે. તેનો આકાર હીરા જેવો હોવાથી તેને સંસ્કૃતમાં તેને જંબુદ્વિપ પણ કહે છે. ભારતનો ભૂખંડ પૂર્વે ચોતરફ પાણી થી રક્ષાયેલો હશે અને તે ધીમે ધીમે ઉપર તરફ ધસીને એશિયાના ભૂખંડ સાથે અથડાયો હશે તેવું આધુનિક વિજ્ઞાન પણ માને છે.

hope it helps ✔︎✔︎

Similar questions