Mara Sapna Nu Bharat essay in Gujarati this question is only for Gujarati you know it.
Others are not to write if the don't know gujarati. The first one Will be marked brainalist....
Please answer me, but it question can be answered in hindi also
Answers
Answer:
Explanation:
મારા સપનાનું ભારત
=> ભારતને સમૃદ્ધ વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો મળ્યો છે. આ દેશમાં વિવિધ જ્ઞાતિ, જાતિ અને ધર્મના લોકો હળીમળીને એકબીજા સાથે શાંતિથી રહે છે. જો કે, અહીં લોકોના કેટલાક એવા જૂથો પણ છે જે લોકોને તેમના હિતની સેવા કરવા માટે ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે જેનાથી દેશમાં શાંતિ ખોરવાય જાય છે. હું એવા ભારતનું સ્વપ્ન જોઉં છું કે જેમાં ભારત આવી વિભાજનકારી વૃત્તિઓથી મુક્ત હોય. તે એક એવો દેશ બને જ્યાં વિવિધ વંશીય જૂથો એકબીજા સાથે સંપૂર્ણ હળીમળીને રહેતા હોય.
=> હું એવું પણ સ્વપ્ન જોઉં છું કે ભારત એક એવું રાષ્ટ્ર બને જ્યાં દરેક નાગરિક શિક્ષિત હોય. હું ઈચ્છું છું કે મારા દેશના લોકો શિક્ષણનું મહત્ત્વ સમજે અને ખાતરી કરે કે તેમના બાળકો નાની ઉંમરે સામાન્ય નોકરીઓ કરવાને બદલે યોગ્ય શિક્ષણ મેળવે. તથા જેમણે બાળપણમાં અભ્યાસ કરવાની તક ગુમાવી છે તેવા પુખ્ત વયના લોકોને પોતાનાં માટે વધુ સારી નોકરી મેળવવા માટે પુખ્ત વયના શિક્ષણ વર્ગોમાં જોડાઈ શકે.
=> હું ઈચ્છું છું કે સરકાર બધા માટે સમાન રોજગારની તકો પ્રદાન કરે જેથી યુવાનોને યોગ્ય નોકરી મળે અને રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપે. હું ઈચ્છું છું કે દેશ તકનીકી રીતે અદ્યતન બને અને તમામ ક્ષેત્રોમાં વિકાસ સાધે. છેલ્લે, હું ઈચ્છું છું કે ભારત એક એવો દેશ બને જ્યાં બધા મહિલાઓ સાથે આદર - સન્માનથી વર્તે અને પુરુષોની જેમ સમાન તકો આપવામાં આવે.
=> ટૂંકમાં, મારા સપનાનું ભારત એવું હશે જ્યાં લોકોને ખુશી અને સલામતી મળે અને દરેક જીવનની સારી ગુણવત્તાનો આનંદ માણે.
Answer:
here is the answer
Explanation:
from navneet