ચેડે પડે જીભ વડે જ માનવી meaning
Answers
Answer:
કોયલડીને કાગ વાને વરતાય નહિ;
જીભલડીમાં જવાબ સાચું સોરઠિયો ભણે.’
દરેક મનુષ્યના જીવનમાં જીભ મહત્વનો ભાગ ભજવે છે. તે મનુષ્ના જીવનમાં સ્વર્ગ રચી શકે; તેમ તેના જીવનને કુરુક્ષેત્ર પણ બનાવી શકે. ‘આંધળાનો પુત્ર આંધળો’ એવા દ્રૌપદીના શબ્દોએ મહાભારત સર્જ્યુ. જીભમાં અમૃત છે તેમ ઝેર પણ છે.
આપણો રોજબરોજનો વ્યવહાર જીભ વડે જ ચાલે છે. જેની જીભ જેટલી મીઠી તેનો તેટલો રોજિંદો વ્યવહાર સુખદ. ઘરમાં કુટુંબીજનો સાથે મીઠી જીભ સંબંધો મીઠા રાખે છે. પાડોશીઓ સાથે મીઠી જીભ રાખવાથી સંબંધો સારા રહે છે. મીઠી જીભ એટલે વાણીની મીઠાશ. શાળામાં શિક્ષકો પોતાની મીઠી જીભ વડે વિદ્યાર્થીઓ અને વાલીઓનો પ્રેમ સંપાદન કરી શકે છે. વેપારીઓ પોતાની મીઠી જીભ વડે ગ્રાહકોને આકર્ષી શકે છે. કર્મચારીઓ પોતની મીઠી જીભ વડે ઉપરી અધિકારીઓને રીઝવી શકે છે. આપણે આપણી મીઠી જીભ વડે શાળામાં, કચેરીમાં, બેંકમાં કે બજારમાં આપણાં કામો કરાવી શકીએ છીએ. કથાકારો, નેતાઓ પોતાની મીઠી જીભ વડે જ હજારો લોકોને આકર્ષી શકે છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ મીઠી જીભનું ઘણું મહત્વ છે. પ્રધાનો, એલચીઓ તથા વડા પ્રધાને બીજા દેશોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતી વખતે શબ્દો તોળી તોળીને જ બોલવા પડે છે. એમના શબ્દો પર દેશના વેપાર, વાણિજ્ય અને સલામતી આધાર રાખે છે.
મનુષ્યની ઓળખ તેની જીભ વડે જ થાય છે. એક પ્રસંગકથામાં દર્શાવ્યા મુજબ જંગલમાં વસતા અંધસાધુએ સિપાઇ, વજીર અને રાજાને તેમની વાણીને આધારે ઓળખી શક્યા હતા.
મીઠી જીભ વડે મનુષ્ય તેના જીવનમાં ધારી સફળતા મેળવી શકે છે; જયારે કડવી જીભ વડે મનુષ્યનું પતન થાય છે. મનુષ્ય ભલે રૂપાળો હોય, શ્રીમંત હોય કે ઉચ્ચ હોદો ધરાવતો હોય પરંતુ જો તેની જીભ કડવી હશે તો તેને કોઇનો પ્રેમ કે આદર મળશે નહિ. લોકોને તેનો સંગ પસંદ પડશે નહિ. કડવી જીભ વડે વેપારી પોતાના ગ્રાહકો ગુમાવશે. માલિકો કડવી જીભ વાપરશે તો મજૂરો કામ બગાડશે અને હડતાલ પાડશે. કચેરીઓમાં કડવી જીભ વાપરવાથી આપણાં ઘણાં કામો વણસી જશે. શિક્ષકો કડવી જીભ રાખશે તો તેમને વિદ્યાર્થીઓ અને વાલીઓનો પ્રેમ મળી શકશે નહિ. વિદ્યાર્થીઓ કડવી જીભ રાખશે તો તેઓ વિદ્યા મેળવી શકશે નહિ. વિદ્યા વિનયથી શોભે છે. રાજકીય વ્યકિતઓ કડવી જીભનો ઉપયોગ કરશે તો મતદારોના મત ગુમાવશે. પ્રધાનો, એલચીઓ અને વડાપ્રધાન કડવી જીભ રાખશે તો તેમના આંતરરાષ્ટ્રીય સબંધો ખોરવાઇ જશે. પરિણામે દેશના વેપાર વાણિજયને નુકશાન થશે. કડવી જીભ વડે સબંધો બગડે છે. તેના લીધે કયારેક મારામારી કે ખૂન પણ થઇ શકે છે.
આપણે જીભ પર લગામ રાખીએ. જે બોલીએ તે વિચારીને બોલીએ. સામેની વ્યકિતના હદયને આઘાત પહોંચે એવુ કદી ન બોલીએ. કોઇને કડવું ઔષધ આપવું પડે તો તે મધ સાથે ભેળવીને આપવાનો રિવાજ છે. આપણે ભલે ઓછું બોલીએ, પણ મધુર તો બોલીએ જ. વેદોનો પણ એ જ સાર છે કે –
સત્યમ બ્રૂયાત પ્રિયં બ્રૂયાત
ન બ્રૂયાત સત્યમ અપ્રિયમ
અર્થાત સત્ય બોલવું અને પ્રિય બોલવું. સત્ય હોય પણ અપ્રિય હોય તો ન બોલવું.
કાગડા અને કોયલની વાણીનો ફરક ખૂબ જાણીતો છે. એક કવિએ એ બાબતને સ્પષ્ટ કરતાં લખ્યુ છે :
‘કયાં મહિમા સામ્યતાનો હોય છે ?
કાગ-કોયલ જૂજવા આચારમાં.’