English, asked by varshashiroya3, 2 months ago

તમને એમ નથી થતું કે અમે નવરા છીએ તો મારા જેવા ભોળા માણસ ને message કરીએ​

Answers

Answered by sandeepkumarpr45
0

Answer:

તમે લઘુતમ પુરુષ જોયેલા આ જગતમાં ?

પ્રશ્નકર્તા : દાદા પોતે જ લઘુતમ છે ને !

દાદાશ્રી : હા, એટલે બસ, આ લઘુતમ પુરુષને જોવાના. ને તેવું તમારે થવાનું છે, બીજું શું ? અહીં બીજું શીખવાનું કશું નથી.

આપણા મહાત્માઓ સમજી ગયા કે લઘુતમ 'દાદા'એ શીખવાડ્યું ! હવે દાદા જ લઘુતમ થયા છે એટલે બીજાને પણ લઘુતમ થયે જ છૂટકો છે ને ! અને એવો જ ધ્યેય કરવા જેવો છે. બીજું કશું કરવા જેવું જગતમાં નથી, જો ખરું સુખ જોઈતું હોય તો. અમે આ 'રિલેટિવ'માં લઘુતમની જગ્યા ઉપર બેઠેલા છીએ, તમને બધાને એ જ કહીએ છીએ કે આમ થઈ જાવ. બીજું કશું કહેતા જ નથી ને ! મને લાગે છે તમારે વર્ષ દહાડો લાગશે લઘુતમ થતાં ?!

પ્રશ્નકર્તા : પણ આ લઘુતમ થવાનું, એ તો બહુ મોટી વસ્તુ છે.

દાદાશ્રી : ના, એવી મોટી વસ્તુ નથી. 'આપણે' નક્કી કર્યું ને, કે 'મારે લઘુતમ થવું છે' તો મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર આ બધા એ બાજુ જ જયા કરે ! એટલે ધ્યેય નક્કી કર્યો, તે બાજુ જાય. 'તમે' કહો કે મારે અત્યારે સાન્તાક્રુઝ જવું છે, તો તે બાજુ જ જાય. માટે ધ્યેય નક્કી કરો.

બાકી, દુનિયામાં ય કોઈ 'લઘુતમ થવું છે' એવું નક્કી જ ના કરે. આપણા 'જ્ઞાન' લીધેલા મહાત્માઓ જ એવું નક્કી કરે કે, 'લઘુતમ થવું છે.' કારણ કે સાચું જ્ઞાન પામેલા છે ને પેલા, એ લોકોને તો ભ્રાંતિ છે.

લઘુતમભાવની ખુમારી

એટલે આ 'જ્ઞાન' પછી 'લાઈન ઓફ ડિમાર્કેશન' આપી, 'રિલેટિવ-રીયલ'નું 'એડજસ્ટમેન્ટ' થયું. હવે લઘુતમ પદમાં ખુમારી હોવી જોઈએ આપણને. ખુમારી શેની ? જગત આખું ગુરુતમની ખુમારી રાખે તો આપણે શેની ખુમારી રાખીએ ? લઘુતમની, એટલે આમાં બીજું કશું બહુ ઊંડું છે નહીં.

લોક કહે છે કે શું 'દાદા'ની ખુમારી છે ! હવે ખુમારી તો અજ્ઞાનતામાં હોય. પણ આ ય એક ખુમારી છે ને ! કે જે ખુમારી બદલાય જ નહીં કોઈ દહાડો ય, એક સેકન્ડે ય બદલાય નહીં. એવા ને એવા, જ્યારે જુઓ ત્યારે એવા ને એવા જ ! સંજોગો બધા બદલાય, પણ 'દાદા' બદલાય નહીં ને ! અને આપણે ય છેવટે એમના જેવા જ થવાનું છે. આપણો ધ્યેય એ જ હોવો જોઈએ.

Similar questions