ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. nobhand
Answers
Answer:
ગાંધી યુગમાં આપણને ઘણા મહાનાયકો મળ્યા. આઝાદીના સંગ્રામના
જોમને બિરદાવતા આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ જે
કાવ્યો લખ્યા છે તે વારેવારે વાંચી અહોભાવ પ્રગટી જાય છે.
ફનાગીરી વ્હોરી યુવાનોએ આઝાદી માટે જે બલિદાનો દીધા અને તે માટે
ગાંધી બાપુએ જે અહિંસાના માર્ગે પ્રેરણા આપી તેનો ઈતિહાસમાં જોટો
જડવો મુશ્કેલ છે. તે દિવસોમાં યુવાની કેવી રમણે ચઢી હતી તેની ઝલક
શ્રી મેઘાણીજીએ ખૂબ જ સુંદર રીતે વર્ણવીછે.
નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે ખબર છે એટલી કે માતની હાકલ પડી છે જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે.
‘કોઈનો લાડકવાયો...શ્રી ઝવેરચંદ મેઘાણીરક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે; ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે. કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી, શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી; મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.
એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે, એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે; કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે. એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી, એ પથ્થર પર કોતરશો નવ કોઇ s * sqrt(d) લાંબી; લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’.
– ઝવેરચંદ મેઘાણી