or kuch व्हाट्सऐप ya फेसबुक
use krte ho
Answers
Answer:
ધ ન્યૂયોર્ક ટાઇમ્સ વિશ્વના બેસ્ટ 52 જોવાલાયક સ્થળો ની યાદ બનાવે છે એમાં આ વર્ષે ભારત માં જેને સ્થાન મળ્યું એવા કચ્છ માં આવેલા કાળિયા ધ્રો ની મુલાકાતે...
સવારે ગાંધીધામ થી બાઈક લઇને ૧૦૦ કિમી દૂર આવેલા કાળિયા ધ્રો ને જોવા માટે નીકળી પડ્યો.૭૦ કિમીનું અંતર આરામ થી કપાઈ ગયું પરંતુ છેલ્લા ૨૫ કિમી ની તો વાત જ ન પૂછો. રસ્તા પર ક્યાં પાણી ન મળે, માણસો પણ ભાગ્યે જ નજરે ચઢે. સાથે લીધેલી બે બોટલ ( પાણી ની ) માંથી એક તો રસ્તા માં જ ખાલી થઇ ગઈ હતી.મખણા ગામ પછી તો નેટવર્ક પણ ગયું.
હવે વિચાર્યું કે આ સુમસાન રસ્તા પર કેમ ખબર પડશે કે કાળિયા ધ્રો કઈ સાઈડ હશે.પછી તો ચાલતો ગયો એમ વિચારીને કે જો હોગા દેખા જાયેગા. ૧૫ કિમી જેવું અંતર કાપ્યા પછી એક ભાઈ મળ્યા. એમને પૂછ્યું તો કહે આગળ જતા ત્યાં બોર્ડ માર્યું છે.આગળ ગયો પણ ક્યાં બોર્ડ જોવા ન મળ્યું. ત્યાં એક ગાયો ચરાવવા વાળો ભાઈ મળી ગયો એને પૂછ્યું તો બોલ્યો કે તમે થોડાક આગળ આવી ગયા છો. પાછળ જાવ ત્યાં એક બાવળ ના વૃક્ષ પર ચૂંદડી લટકતી હશે. ત્યાં થી જમણી સાઈડ ની કેડી એ ચાલ્યા જજો એટલે કાળિયા ધ્રો આવી જશે.આગળ જતા ચૂંદડી વાળો બાવળ મળી ગયો અને ત્યાં નીચે કોઈનું ધ્યાન પણ ન જાય એવું લખાણ લખેલું હતું એ પણ જોયું.( જુવો ફોટા માં )
હવે ત્યાંથી કેડીએ કેડીએ બાઈક લઈને આગળ વધ્યો. ઓલરેડી રસ્તા પર કોઈ નોહ્તું અને અહીં તો રસ્તો જ નોહ્તો ... ( મતલબ રોડ નોહ્તો ) એકલા આગળ જતા થોડુંક ડર પણ લાગ્યો કારણ કે રસ્તામાં રણના નાના નાના જીવો સિવાય બીજું કોઈ અહીં નજરે ચઢતું નોહ્તું. એ તો સારું થયુ કોઈ ભલા માણસે પથ્થર પર નાના નિશાન કર્યા હતા જેથી કોઈ મારી જેવો નવરો કાળિયા ધ્રો જોવા તડકા નો આવે તો હેમખેમ પોહચી જાય.
Explanation: