World Languages, asked by sakshi22108, 7 months ago

વિચાર વિસ્તાર લખો: નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન pls ans this question in gujarati ​

Answers

Answered by satishpatilsp546
170

Answer:

નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન

સતત વહેતી જીવનની ઘટમાળમાં આપણે ધીરે ધીરે ગોઠવાઈ જઈએ છીએ. સુરજ જેમ તેના સમયે ઉગવાનું ભૂતો નથી તેમ આપણે પણ સમય મુજબ કામ કરવાનું અને સુઈ જવાનું ભૂલતા નથી. ઘણીવાર એટલે જ આપણે જ્યાં હોઈએ ત્યાં જ વર્ષો પછી પણ ઉભા હોઈએ એવું બની શકે. સમય સતત ચાલતો રહે, વહેતો રહે પણ અઆપ્ને તેની સાથે ચાલતા જ હોઈએ કે બદલાતા જ હોઈએ એવું હોતું નથી. વળી જીવનમાં સફળ થવા માટે સતત ચાલતા રહેવું અને કઈક કરતા રહેવું અનિવાર્ય છે. આપણે મોટું સ્વપ્ન જોવા ટેવાયેલા છીએ પણ તે સ્વપ્નને પૂર્ણ કરવા માટે નાના નાના ધ્યેય ને નક્કી કરવાનું આવડતું નથી. આપણને સ્કુલ કે કોલેજમાં શીખડાવવામાં આવે છે કે જીવનમાં ધ્યેય(ગોલ) તો હમેશા ઉચ્ચ જ રાખો એટલે કે Aim High.

Pls its help, then give me heart

Answered by new60484
25

Answer:

આ પંક્તિમાં કવિએ આપણા જીવનના ધ્યેયને સરસ રીતે રજૂ કર્યું છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉચ્ચ ધ્યેય રાખવું જોઈએ. ઉચ્ચ ધ્યેય કદાચ ક્યારેક સિદ્ધ ન થાય એવું બની શકે; પણ નિષ્ફળતાનો ડર રાખીને નીચું ધ્યેય સ્વીકારી લેવાની વૃત્તિ યોગ્ય નથી. વિદ્યાર્થી હોય, તેણે પરીક્ષામાં સારી ટકાવારી મેળવવાનું ધ્યેય રાખીને તેને હાંસલ કરવા માટે સખત મહેનત કરવી જોઈએ. પછી ભલે તેનું પરિણામ ધાર્યા પ્રમાણે ન આવે. આપણે આપણા જીવનમાં મહારાણા પ્રતાપ, શિવાજી અને સુભાષચંદ્ર બોઝ વગેરે મહાપુરુષોની જેમ ઉચ્ચ આદર્શો અપનાવવા જોઈએ. વળી, સ્વીકારેલા આદર્શોને પ્રાપ્ત કરવા માટે આપણે પૂરતા પ્રયત્નો પણ કરવા જોઈએ. આપણા પ્રયત્નોનું ધાર્યું પરિણામ ન આવે તોપણ તેનાથી હતાશ થવાની જરૂર નથી. નિષ્ફળતા મળવાના ડરને લીધે પહેલેથી જ નીચું અને સહેલું ધ્યેય રાખીને એમાં સફળતા મેળવનાર વ્યક્તિનું કંઈ મહત્વ નથી. અંગ્રેજી ભાષાની એક કહેવતમાં આ જ વાત રજૂ કરવામાં આવી છે

Explanation:

Similar questions