અનુચ્છેદ લખો :- આચાર એ જ પ્રચારનુાંશ્રેષ્ઠ માધ્યમ છે
PLS HELP ME GUYS
Answers
આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે અથવા કહો કે, કોઈ પણ ઉપદેશ કે સિદ્ધાંતનો પ્રચાર તેના આચરણ દ્વારા જ થઈ શકે. ગાંધીજી આ સિદ્ધાંતનું ઉત્તમ ઉદાહરણ છે. ઉપદેશ આપવો એ સહેલો છે, પણ તેનો અમલ કરવો ખૂબ જ અઘરો છે. જ્યાં સુધી બીજાને આપેલા ઉપદેશ પ્રમાણે આપણે આચરણ નહિ કરીએ ત્યાં સુધી એ ઉપદેશની બીજા ઉપર કાંઈજ અસર થતી નથી. પહેલા ઉપદેશ પ્રમાણેનું આચરણ કરી એક ઉદાહરણ પૂરૂ પાડવું પડે છે, એક દાખલો બેસાડવો પડે છે. ગોળ ખાનાર વ્યક્તિ બીજાને ગોળ ન ખાવાની સલાહ ન આપી શકે, ધુમ્રપાન કરનાર વ્યક્તિ બીજા વ્યક્તિને ધુમ્રપાન ન કરવાની સલાહ કેવી રીતે આપી શકે ? અસત્યનું આચરણ કરનાર સત્યના પાઠ ભણાવે કે સત્યનું આચરણ કરવાની સલાહ આપી જ ન શકે. આવી વ્યક્તિ કોઈને ઉપદેશ આપે તો સાંભળનાર પર તેની કોઈ અસર થતી નથી. એ તો ‘ડાહી સાસરે ન જાય અને ગાંડીને સાસરે જવાની શીખામણ આપે’ એના જેવું થાય.
આપણે પણ આપણા જીવન ઘડતર અને સુખ-સમૃદ્ધિ માટે આપણું આચરણ સુધારવું જોઈએ. અને આવા આદર્શ આચરણ દ્વારા બીજા કોઈ માટે પ્રેરણાસ્ત્રોત બનવું જોઈએ. આચરણ એ જ શ્રેષ્ઠ ઉપદેશ છે. આપણું આચરણ આદર્શ હશે તો આપણે બીજાને કાંઈજ કહેવાની કે ઉપદેશ આપવાની જરૂર નહિ રહે, આપણું આચરણ જ બધું કહી દેશે.
આ પંક્તિનું વિશ્વપ્રસિદ્ધ ઉદાહરણ એટલે મહાત્મા ગાંધી. ગાંધીજીના શબ્દોમાં કહીએ તો, ‘મારું જીવન એ જ મારો સંદેશ છે’. ગાંધીજીનું આચરણ એ પ્રમાણે ઉદ્દાત હતું કે સત્ય, અહિંસા, સાદાઈ વગેરે ગુણો કોઈપણ પ્રકારના પ્રત્યક્ષ પ્રચાર સિવાય પણ તેમના પોતાના આચરણના આધારે તેમના અનુઆયીઓમાં સિંચિત થતા અને તે સમયે એક આખી પેઢી ઉપર તેમના વિચારો અને આચરણની ઊંડી જોઈ શકાય છે.
Answer:
please mark as brainliest