Math, asked by sarojpatel950, 2 days ago

Q-4 નીચેનો ફકરો ધ્યાનથી વાંચીને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. એક દિવસ સંજય અને વેદાંત શાળાએ જઈ રહ્યા હતા. રસ્તામાં તેમની સાથે જ અભ્યાસ કરતી કાજલનો સ્કુટર સાથે ટકરાવાથી અકસ્માત થયો. તેને ઘણીજ ઈજા થઇ હતી, આ જોઇને વેદાંતે કહ્યું. “સંજય, કાજલને તો ઘણીજ ઈજા થઇ છે. આપણે તેને મદદ કરવી જોઈએ.” “પણ...આપણે શાળાએ જવાનું મોડું થશે અને સાહેબ આપણને વઢશે.” સેજય કહ્યું . "અરો સારું કાર્ય કરવામાં તો સાહેબ ન બોલે આપણે કાજલના ઘરે સમાચાર આપવા જોઈએ અને તેની સારવાર માટે તેને દવાખાને પહોંચાડવી જોઈએ." વેદાંત બોલ્યો. તારે જવું હોય તો જા હું તો શાળાએ જ જઈશ."સંજય ન માન્યો. ત્યાર બાદ વેદાંત કાજલને દવાખાને સારવાર માટે લઇ ગયો અને કાજલના ધરે ફોન કરી તેના માતા-પિતાને સમાચાર આપ્યા. આ વાતની જયારે સાહેબને ખબર પડી ત્યારે સાહેબે વેદાંતને બીજાને મદદ કરવા બદલ શાબાશી આપી. 1) કાજલ કોની સાથે અભ્યાસ કરતી હતી ? 2)સંજયને શાનો ડર હતો? ૩) વેદાંતે કાજલની સારવાર માટે શું કર્યું? 4) સાહેબે વેદાંતને શા માટે શાબાશી આપી ? 5) તમે આવી જ કોઈ પરિસ્થિતિમાં મૂકાઓ તો તમે શું કરશો?​

Answers

Answered by Anonymous
1

નીચે આપેલ સવાલના જવાબ નીચે મુજબ છે:

1.કાજલ કોની સાથે અભ્યાસ કરતી હતી ?

જવાબ: કાજલ સંજય અને વેદાંત સાથે અભ્યાસ કરતી હતી.

2.સંજયને શાનો ડર હતો?

જવાબ: સંજયને શાળામાં મોડા પડવાનો અને સાહેબના વઢવાનો ડર હતો.

3.વેદાંતે કાજલની સારવાર માટે શું કર્યું?

જવાબ: વેદાંતે કાજલની સારવાર માટે તેને દવાખાને લઇ ગયો અને તેના માતા પિતાને પણ જાણ કરી.

4.સાહેબે વેદાંતને શા માટે શાબાશી આપી ?

જવાબ: સાહેબે વેદાંતને કાજલ અથાર્ત બીજાની મદદ કરવા બદલ શાબાશી aapi.

5.તમે આવી જ કોઈ પરિસ્થિતિમાં મૂકાઓ તો તમે શું કરશો?

જવાબ: જો હું આવી પરિસ્તિથીમાં મુકાવ તો હું પણ પોતાનો વિચાર કર્યા વિના વેદાંતની જેમ અન્યને મદદ કરવા હમેશા તત્પર રહીશ.

Similar questions