India Languages, asked by zubersa5006, 15 hours ago

Shiyado nibhand in Gujarati

Answers

Answered by divyshah2266
0

Answer:

શિયાળો

વર્ષની મુખ્ય ત્રણ ત્રસ્તુઓ છે : શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં આકાશ ચોખ્ખું હોય છે, દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે, માખી અને મચ્છરોનો ઉપદ્રવ હોતો નથી. આમ, શિયાળામાં વાતાવરણ ખુશનુમા હોય છે.

શિયાળાની સવાર એટલે ર્તિનો ખજાનો. ગામડામાં વહેલી સવારે વલોણાં અને ઘંટીઓના અવાજ સંભળાય છે. ખેડૂતો ખેતરમાં જઈ ખેતીના કામમાં લાગી જાય છે

શિયાળામાં વહેલી સવારે લોકો ફરવા નીકળે છે. યુવાનો દોડવા જાય છે. કેટલાક યુવાનો કસરત પણ કરે છે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સવારે સૂર્યનો પ્રકાશ આપણાં તન અને મનને તાજગીથી ભરી દે છે. શિયાળામાં વૃક્ષોનાં પાન ખરી પડે છે. તે નવાં ફૂટનારાં પાન માટે જાણે જગ્યા કરી આપે છે.શિયાળો તંદુરસ્તી આપનારી ઋતુ છે. શિયાળામાં ભૂખ વધારે લાગે છે. તેથી લોકો વસાણાં ખાય છે. શિયાળામાં જાતજાતનાં શાકભાજી થાય છે. એટલે ઊંધિયું ખાવાની મજા આવે છે. શિયાળામાં ઉત્તરાયણનો તહેવાર આવે છે. તે નાનાં-મોટાં સૌનો પ્રિય તહેવાર છે. બધાંને પતંગ ચગાવવાની ખૂબ મજા પડે છે.

શિયાળામાં ક્યારેક અતિશય ઠંડી પડે છે. લોકો ઠંડીથી બચવા માટે સ્વેટર, કોટ, શાલ, મફલર અને ગરમ ધાબળા કે રજાઈનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો ટાઢથી બચવા માટે તાપણું કરે છે.

શિયાળો તાજગી, તંદુરસ્તી અને સ્કૂર્તિ આપનારી ઋતુ છે.

Similar questions