CBSE BOARD X, asked by mahek125, 11 months ago

' ' પ્રથSI / COાપાળા |
1. નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો :
e “આજ તો બધે ઊંચા જીવનધોરણની બુમો પડી રહી છે. વાડી-વજીફો, મોટર-બંગલા, ફ્રિજ, ટીવી વગેરેને ઊંચું
જીવન કહે છે. જૂના વખતમાં પ્રામાણિક, પવિત્ર, સદાચારી જીવન ઊંચું જીવન ગણાતું. જેની જરૂરિયાતો ઓછી તે ઊંચો
ગણાતો. પણ આજે તો ઊંચા જીવનની વ્યાખ્યા જ અવળી થઈ ગઈ છે. પરંતુ આ તે ઊંચું જીવન કે પછી અધોગતિનું
જીવન? ઊંચા જીવન વિશેના આપણા ને પશ્ચિમના ખ્યાલમાં જમીન-આસમાનનું અંતર છે. પહેલાં ગામમાં ડોસીઓ
કહેતી કે - 'હૈયું ન બાળજો, હાથ બાળજો.” પણ આજે તો હૈયું બાળવાની વાત આવી ગઈ છે. હાથને સુંવાળા બનાવે
છે. ઉપર મેંદી મૂકે છે. પહેલાં સવારે ઊઠતાંવેંત હાથનાં દર્શન કરતાં : 'તારા પ્રતાપે દહાડો કાઢીશ' એવી ભાવના રહેલી.
ઈશ્વરે બે હાથ આપ્યા છે એટલેસ્તો છાતી કાઢીને ચાલી શકીએ છીએ, નહીં તો ગાય-ભેંસ-બળદની જેમ વાંકા વળીને
ચાલવું પડત. ભગવાને માણસને એક મોટું અને બે હાથ આપ્યા છે. પણ આજે તો મોઢાં વધતાં જાય છે અને હાથ
ઘટતા જાય છે. બહુ થાય તો હાથનો ઉપયોગ ખૂંટ મારીને બીજાનું પડાવી લેવામાં થાય છે. હાથનો સાચો ઉપયોગ
થતો હોય તો કોઈ દિવસ તંગી ન વરતાય.
- રવિશંકર મહારાજ |​

Answers

Answered by shibukr2022
0

Answer:

નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.

સમયની મૂડી તો દરેક પાસે સરખી જ હોય છે, પણ તે ખર્ચવામાં તફાવત હોય છે. એક વ્યક્તિ તેને કરકસરથી,

યોજનાપૂર્વક, વ્યવસ્થિત રીતે ખર્ચે છે. જયારે બીજી વ્યક્તિ તેને આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે પરિણામે એકને

સંતોષ અને સફળતા મળે છે, બીજાને થાક અને નિષ્ફળતા. જે વ્યક્તિને પોતાનો સમય વાપરતાં આવડતું નથી, તેને કશું જ

વાપરતાં આવડતું નથી. જો તમારી પાસે મર્યાદિત પ્રમાણમાં મૂડી હોય, તો તેમાં થતી બચત એ જ કમાણી છે. નવો સમય

કોઇને મળી શક્તો નથી. એટલે જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે, તેની પાસે વધુ સમય જમા થઇ

શકે અને જેની પાસે સમય જમા થાય તેની પાસે શક્તિ પણ જમા થાય. સમય અને શક્તિ ભેગાં થાય એટલે પછી શું ન કરી

શકે? એ ધારે તે કરી શકે.

Similar questions