some sentences on uttrayan 2021 in Gujarati
Answers
Answer:
Yes..................
Explanation:
- One of the celebration in the gujarath....
- In month of January the large people gather in one place teerion ogf the kite celebration...
- Welcome to the sun in the cold winter world............
- Please mark me as Brianleist....
Answer:
ઉત્તરાયણ મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. આ તહેવાર ૧૪ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. સૂર્ય આ દિવસના રોજ મકર રાશિમાં પ્રવેશ કરે છે. તેથી તેને મકરસંક્રાંતિ કહે છે.ઉત્તરાયણએ પતંગોનો તહેવાર છે. આ દિવસ અગાઉથી જ્ બાળકો તેમજ તમામ આ તહેવારના ચાહકો પતંગ અને દોરાની ખરીદી કરે છે. પતંગ કાગળ અને વાંસની લાકડીના યોગ્ય જોડાણ દ્વારા બનાવવામાં આવે છે. તથા દોરીની પણ ખાસ પ્રકારની બનાવટ હોય છે. જેથી કે પતંગબાજોના પતંગ આકાશમાં વધુ સમય સુધી ટકી શકે.
ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ઉડાવે છે. વિવિધ રંગોના પતંગો આકાશમાં ઉડે ત્યારે તે ખૂબ જ સરસ અને સુખદ લાગે છે. પતંગો ચગાવનાર એક પ્રકારના હરિફો હોય છે. જેમાં તેઓ એક બીજા પતંગ કાપી નાખવાનો પ્રયત્ન કરે છે. ઉત્તરાયણ માટે તલની ચિક્કી તેમજ સીંગની ચિક્કી ખાસ પ્રકારની મીઠાઈ છે. તે તલ અને મગફળીનું બનેલું છે. લોકો આ દિવસે હેપ્પી સંક્રાંતિના એકબીજાને શુભેચ્છા પાઠવે છે. મકરસંક્રાંતી એક લણણી તહેવાર છે. તે વસંતઋતુના આગમનને દર્શાવે છે. તે દરેક માટે આનંદનો દિવસ છે. આમ ઉત્તરાયણ એક અનોખો તહેવાર છે. જેથી તે બધા ચાહકોને ખૂબ જ પ્રિય છે.
ઉત્તરાયણ વિશે વધુ માહિતી,
ઉત્તરાયણ જ એક માત્ર હિન્દુઓનો તહેવાર છે જે અંગ્રેજી મહિના મુજબ ૧૪ જાન્યુઆરીના રોજ જ ઉજવવામાં આવે છે.
દેશના ઘણા ભાગોમાં મકર સંક્રાંતિ યાત્રાના સમયને દર્શાવે છે. ઉત્તર પ્રદેશમાં તે કુંભ મેલાની શરૂઆત છે, જ્યારે કેરાલામાં તે શબિરલાલાનો અંત છે.
સદીઓથી મકર સંક્રાંતિની તારીખ બદલાઈ ગઈ છે. 1000 વર્ષ પહેલાં, આ તહેવાર 31 ડિસેમ્બરે ઉજવવામાં આવતો હતો.
નેપાળમાં મકર સંક્રાંતિ ખૂબ લોકપ્રિય છે બિક્રમ સંવત (નેપાળી કેલેન્ડર) મુજબ, તે 1 લી માઘ પર ઉજવવામાં આવે છે.
મકર સંક્રાન્તિ રાશિ ધનુરાશિથી મકર રાશિમાં સૂર્યનું સંક્રમણ સૂચવે છે.