std 10 gujrati:લેખક કોને ક્રૂર કટાક્ષ ગણાવે છે
Answers
Explanation:
Skip to content
GSEB Solutions
Main Menu
Class 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન (First Language)
November 29, 2021 / By Bhagya
Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions First Language Chapter 6 વાઇરલ ઇન્વેક્શન Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન (First Language)
Class 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન Textbook Questions and Answers
વાઇરલ ઇન્વેક્શન સ્વાધ્યાય
1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓) ની નિશાની કરો :
પ્રશ્ન 1.
એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઇ માંદુ પડે તો શું કરતા?
(A) દવાખાને જતા
(B) ડૉક્ટર પાસે જતા
(C) દાક્તરને સજા કરતા
(D) ખબર કાઢવા જતા
ઉત્તરઃ
(A) દવાખાને જતાં
(B) ડૉક્ટર પાસે જતાં
(C) ડૉક્ટરને સજા કરતાં ✓
(D) ખબર કાઢવા જતાં
Class 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન (First Language)
પ્રશ્ન 2.
હૉસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે?
(A) હૉસ્પિટલ દર્દીઓથી ઊભરાતી હોય તેનાથી
(B) હૉસ્પિટલના મોટાભાગના ખાટલા ખાલી પડી રહેવાથી
(C) રંગ-બેરંગી લાઇટ કરવાથી
(D) ફલોથી શણગારવાથી
ઉત્તરઃ
(A) હૉસ્પિટલ દર્દીઓથી ઊભરાતી હોય તેનાથી
(B) હૉસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડી રહેવાથી ✓
(C) રંગબેરંગી લાઈટ કરવાથી
(D) ફૂલોથી શણગારવાથી
2. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો :
પ્રશ્ન 1.
ખાવા – પીવાની બાબતમાં કોણ બેદરકાર છે?
ઉત્તરઃ
ખાવા – પીવાની બાબતમાં ભણેલા અને અભણ લોકો બેદરકાર છે.
પ્રશ્ન 2.
ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા, તે પાઠના આધારે જણાવો.
ઉત્તર :
ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત વિવેકાનંદ હતા.
3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો :
પ્રશ્ન 1.
લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે?
ઉત્તર :
કીડિયારાની જેમ ઓ.પી.ડી. પુષ્કળ દર્દીઓથી ઊભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે. અનાથઆશ્રમમાં બાળકોની અને ઘરડાંઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે.
પ્રશ્ન 2.
લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જશે?
ઉત્તરઃ
લેખકના મતે ઘરમાં મા – બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો માણસ વ્યસની બનતો અટકી જશે.