swachata abhiyan Slogan in gujarati
Answers
સ્વચ્છ ભારત અભિયાન એ રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાન છે જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આખા ભારત દેશમાં સ્વચ્છતા ઝુંબેશ રુપે શરૂ કરવામાં આવેલ છે. સ્વચ્છતા અભિયાન સ્વચ્છ ભારતના દ્રષ્ટિકોણથી લાગુ કરવામાં આવ્યું છે. ભારતને સ્વચ્છ દેશ બનાવવો મહાત્મા ગાંધીનું સ્વપ્ન હતું. તેથી જ મહાત્મા ગાંધીની જન્મ જયંતિ પર ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન શરુ કરવામાં આવ્યું હતું.
ભારતના તમામ નાગરિકો માટે આ એક મોટો પડકાર છે. આ ફક્ત ત્યારે જ શક્ય છે જ્યારે ભારતમાં રહેતા દરેક વ્યક્તિઓ આ ઝુંબેશ માટે તેમની જવાબદારી સમજે અને તેને સફળ બનાવવા માટે એક સાથે પૂર્ણ કરવાનો પ્રયાસ કરે. પ્રસિદ્ધ ભારતીય સેલિબ્રિટીઝે આ પહેલ હાથ ધરી અને તેમણે સમગ્ર ભારતમાં સ્વચ્છતા વિષે લોકોમાં જાગૃતી લાવવા એક સફળ પ્રયાસ હાથ ધર્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માર્ચ, 2017 માં ઉત્તર પ્રદેશની સરકારી કચેરીઓમાં પાન, ગુટખા અને અન્ય તમાકુ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો હતો જે સ્વછતા મિશનનો એક ભાગ હતો.
આમ, સ્વચ્છતાઅભિયાન એ આજના સમયની તાતી જરુરિયાત છે, જેને સફળ બનાવવી એ આપણા સૌની જવાબદારી છે.
- The compass needle aligns withthe earth 's magnetic field direction and point north - south