this essay translate to gujarati
Answers
Answer:
આપણા લાડીલા ગુજરાતે મે ૧, ૧૯૬૦ના મંગલ પ્રભાતે દ્વિભાર્થી મુંબઈ રાજપમાંથી વિભાજીત થઈને ગુજરાતી ભાષા બોલતી પ્રજાની આકાંક્ષાઓની valyla Hiž nil youlu ulas du you રવિશંકર મહારાજના વરદ હસ્તે, એમના આશીર્વાદ સાથે ગુજરાતના સ્વતંત્ર રાજ્યનો શુભારંભ થયો érl.
ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે મોટા નેતા ભેટ આપેલ છે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજીની આગેવાની નીચે દેશ સ્વતંત્ર થયો અને સરદારે દેશને ટુકડાઓમાં વિભાજીત થતો બચાવીને એક અવિભાજ્ય દેશનું સર્જન કરીને દેશની ખુબ જ મોટી સેવા બજાવી છે, જેના માટે સણી દેશ હંમેશાં એમને યાદ કરતો રહેશે.
ગુજરાતે વિશ્વના બે પડોશી દેશોને રાષ્ટ્રીય પિતા આપ્યા છે. ભારતને મહાત્મા ગાંધી અને પાકિસ્તાનને મહમદ અલી ઝીણા. આ બન્ને વ્યક્તિ સૌરાષ્ટ્રની દેન છે. ઉપરાંત ગુજરાતે ભારતને શ્રી મોરારજી દેસાઈ જેવા સિધ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન , વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિક અને બીજા અનેક
દેશભક્તો અને ઉદ્યોગપતિઓ પણ આપ્યા છે. આટલી બધી વિશેષતાઓ ના લીધેજ તો હમેશા મારા ગુજરાત ને જય જય ગરવી ગુજરાત થી સંબોધવામાં આવે છે.