English, asked by chavdakuldeep34, 1 month ago

Translate the following passage from Gujarati to English
માથું તો ત્યાં જમા થઈ ગયું હતું. તે ઉપરાંત મૃત્યુનો એ મોકો કેટલો મંગળ, કેટલા થનગનાટ કરાવનારો, કેટલો અપૂર્વ લહાવ લેવાને હિલોળે ચડાવનારો હતો ! સપાટાબંધ આ મુસાફરની કલ્પના માં એક દૃશ્ય અકાયું પાંચ જ દહાડા પર મહી કાંઠાના ખાનપુરા ગામમાં 'બારડોલી સંગ્રામ' નો સંદેશ સંભળાવતી જાહેર સભા મળી હતી. સભા પૂરી થઈ. ગામનો યુવાન મુખી પરશોતમ, સરકારી નોકર, આ બ્રાહ્મણની પાસે આવ્યો, એમને પોતાને ઘેર લઈ ગયો. ઘેર જઈને જુએ તો એણે પોતાના બે નાના દીકરાનાં નામ શૌકતઅલી- મહમદઅલી પાડેલાં એક જાડીઓ ને એક પાતળો હતો તેથી જ તો ! આ બ્રાહ્મણે કહ્યું કે પરશોતમ છે ત્યારે હવે નોકરી છોડોને !" મુખી કહે કે, "એ તો મારું શું ગજું " પણ રાત પૂરી થઈ, સવારે એણે મહેમાનને જમાડીને કહ્યું : "અહી બેસો. આજ રાતે બૈરી સાથે બેસીને આખી રાત સંતલસ કરેલ છે; ને તે પછી આ રાજીનામું લખેલ છે, તે વાંચો.” બ્રાહ્મણ વાંચતા ગયા તેમ તેમ તો ઊછળતા ગયા. રાજીનામું અતિ કડક હતું. એણે મુખી સામે જોયું. મુખી એ કહેવા માંડ્યું : "રાજીનામું હમણાં ને હમણાં સરકારને મોકલું—પણ એક શરતે કે બારડોલીમાં જ્યારે ગોળીઓ ચાલે ત્યારે પહેલી ગોળી મને ખાવા દેવી, ને હું 'જય ભારતમાતા !' કહી પડું તે પછી જ બીજાનો વારો ગોળી ખાવાનો આવે—તે પૂર્વે નહિ. છે આ શરત કબૂલ ?"

Answers

Answered by lokeshseetharam53
0

The head was deposited there. Apart from that, that chance of death was so great, so shocking, so shocking to take such an unprecedented privilege! A scene in the imagination of this traveler, who was blinded, was only five days old

Similar questions