uttrayan nibandh in gujarati
Answers
Answer:
ઉત્તરાયણ એ મારો પ્રિય તહેવાર છે. તે મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. આ તહેવાર ૧૪ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. સૂર્ય આ દિવસના રોજ મકર રાશિમાં પ્રવેશ કરે છે. તેથી તેને મકરસંક્રાંતિ કહે છે. ઉત્તરાયણ એ પતંગોનો તહેવાર છે. આ દિવસ અગાઉથી જ બાળકો તેમજ તમામ આ તહેવારના ચાહકો પતંગ અને દોરાની ખરીદી કરે છે.
ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ઉડાવે છે. વિવિધ રંગોના પતંગો આકાશમાં ઉડે ત્યારે તે ખૂબ જ સરસ અને સુખદ લાગે છે. પતંગો ચગાવનાર એક પ્રકારના હરિફો હોય છે. જેમાં તેઓ એક બીજા પતંગ કાપી નાખવાનો પ્રયત્ન કરે છે. ઉત્તરાયણ માટે તલની ચિક્કી તેમજ સીંગની ચિક્કી ખાસ પ્રકારની મીઠાઈ છે. તે તલ અને મગફળીની બનેલી હોય છે. લોકો આ દિવસે શુભ સંક્રાંતિની એકબીજાને શુભેચ્છા પાઠવે છે. તે વસંતઋતુના આગમનને દર્શાવે છે. તે દરેક માટે આનંદનો દિવસ છે. આમ ઉત્તરાયણ એક અનોખો તહેવાર છે. જેથી તે બધા ચાહકોને ખૂબ જ પ્રિય છે.
Hope this helps you!!
MARK THIS ANSWER AS BRAINLIEST ANSWER