Hindi, asked by neetakushwahneetakus, 1 month ago

वर्षा ऋतु par nibandh gujarati me 1oo​

Answers

Answered by nikeetajohnson16
3

Answer:

વર્ષાઋતુ નિબંધ ગુજરાતી - Varsha Ritu Nibandh Gujarati Ma

વર્ષની ઋતુઓ છ છેઃ હેમંત, વસંત, ગ્રીષ્મ, વર્ષ, અને શરદ. તેમાં વર્ષો મુખ્ય છે. દુઃખ જઈ સુખ આવે તે જેમ મીઠું લાગે છે, તેમ ગ્રીષ્મઋતુના પ્રચંડ તાપે તપેલાં જીવજંતુ ને વનસ્પતિ શીતળતા પ્રાપ્ત કરે, અને સૃષ્ટિમાં નવચેતન પ્રગટે, તેથી વર્ષાઋતુ આલ્હાદક ને રમણીય લાગે છે.

ગ્રીષ્મ ઉતરી વર્ષની શરૂઆત થાય, ત્યારે દેવ દાનમાં યુદ્ધ મચે, ને તેના અલૌકિક ઉત્પાતથી આખું વિશ્વ ખળભળી ઊઠે. પૃથ્વી પરના જે તે વખતે ધ્રુજી ઉઠે, છળી મરે, અને બી જઈ ઘરમાં ભરાઈ રહે. આ તુમુલ યુદ્ધમાં તેપના ગોળા જેવો વાયુને સુસવાટ થાય, તોફાની પવને વૃક્ષને હચમચાવી મૂકે, ક્ષિતિજમાં ઉપરા ઉપરી વીજળીના ચમકારા થાય, વાદળાંમાં કડાકા ને ભડાકા થાય, અને આખું આકાશ ગર્જનાઓથી ગાજી રહે.

જંગલોમાં ને પર્વતની ખીણમાં મેઘગર્જનાના પ્રતિધ્વનિ થાય. તેને લીધે પશુપક્ષીઓ ને બીજા જીવો ત્રાસી ઊઠે. સિંહ તેની સામે તડુકી ઊઠી ગર્જના કરે અને મયૂર ટહુકાર કરે. આવે વખતે પતિત દશામાં પડી રહેલી ધૂળ વિટળીએ ઉંચે ચઢી માનને આંજી નાખે, ને હેરાન કરી પૂર્વનું વેર લે.

આવા આવા ઉત્પાત થાય, તેથી ઇકદેવ પિતાનાં વાદળાંના લશ્કર સાથે આવી પહોંચે, પૃથ્વી ઉપર મેઘાડંબર છવાય, સપ્તરંગી સુરચાપ ખેંચેલું દષ્ટિએ પડે, મહેન્દ્રના પ્રતાપે ઠંડા પવનની લહેર છૂટે, અને પછી મુસળધાર વૃષ્ટિ થાય. આથી સર્વ તફાની શક્તિઓ વિરમે, વ્યાકુળ બનેલી સૃષ્ટિ શાંત થાય, અને પૃથ્વી ઉપર શાંતિનું રાજ્ય સ્થપાય, છતાં પણ સલુણી સંધ્યા ક્રોધમાં રાતીચોળ બનેલી ડુંગરડાંમાં દેખાવ દે.

આ મંડાએલાં યુદ્ધ એક વખતથી શાંત ન થાય. મેઘાડંબર અવારનવાર રહ્યાજ કરે. મેઘધનુષ્ય ખેંચાએલાં જ રહે, પૂર્વને પશ્ચિમ દિશાએ, લઢાઈ કરવા સજજ થએલાં વાદળાંને, ડુંગરડાં રૂપે ચઢાવ નજરે પડે, અને વાદળીઓની નાની નાની ટુકડીઓ આમ તેમ દેડ્યા જ કરે. કદાચ જે ફરીથી સુહનાં મંડાણ થાય તે એકદમ અણધાર્યો મેટી ધારે મેઘ તૂટી પડે, વરસાદની ઝડીઓ પડે ને હેલી મચે, નદીનાળાં પાણીથી ભરચક થઈ રહે, પાણીના ધંધ પડતા સંભળાય, નદી ઉપરનાં ગામે ખેંચાઈ જાય, ઘરે તૂટી પડે, ઝાડો ભાગી પડે, જવા આવવાના રસ્તા બંધ થાય, અને પૃથ્વી જાણે પાણીમાં ડુબી જતી હોય એમ લાગે.

પૃથ્વી પર વર્ષાઋતુનાં રાજ્ય થાય; તેથી પૃથ્વી પર વર્ષભર ચઢેલો મેલ ધોવાય, અને પૃથ્વીના સર્વ અંગે-વૃક્ષ, પર્વત, વગેરે નહાય. આમ સૂાષ્ટ ઉજવળ અને શીતળ બને.

આ વૃષ્ટિ દરમિઆન પૃથ્વીનાં પડોમાં સીઝાઈ રહેલાં બીમાં નવા પ્રાણ મુકાય ને નવા ફણગા ફૂટે. એ ફણગાઓથી પૃથ્વીએ ઘેરા લીલા રંગની સાડી ધારણ કરી હોય એમ લાગે. આ કુમળા અંકરે સૂર્યના પ્રચંડ તાપે કરમાઈ જાય નહિ, માટે વાદળીઓ દોડાદોડ કરી મૂકે અને તેની રક્ષા કરે. તે કુમળી વનસ્પતિને સ્નાન કરાવે ને સંભાળપૂર્વક ઉછેરે.

આમ યુદ્ધનાં તેફાન શાંત થતાં પર્વતોના દેખાવ રમણીય લાગે, પક્ષીઓના મધુર કલરવ સંભળાય, થનથન કરતા મયૂરના મીઠા પ્રલાપ થાય, કાયેલના મનહર ટહુકારથી વાડીએ ગાજી રહે, ગંદકી દૂર થાય, અને હવા ચાખી ને ભીની બને. વળી વનસ્પતિ નવયૌવન પ્રાપ્ત કરી ઝેલા ખાતી દેખાય, વિવિધ પુષ્પથી અને તેની સુગંધીથી ખેતરો ને વાડીઓ મહેકી રહે; નદી, સરોવર, ને જળાશયે પાણીથી ભરપુર બને, નવીન ઘાસ ને ધાન્ય ખેતરે રમણીય દેખાય, ટૅરોને મનમાન્યો ચારે મળે, પક્ષીઓને આનંદ મળે, સૂર્યનાં કિરણે અનેરા રંગ ખીલે, અને પ્રાત:કાળે ને સાયંકાલે અપૂર્વ દેખાવો જણાય. આ પ્રમાણે પૃથ્વી અને હર રૂપ ધારણ કરે તેથી માનના આનંદનો પાર રહે નહિ. સર્વ આનંદના ઉત્સવ ઉજવે ને ઉજાણીઓ કરે.

જે જગતમાં અવનવું ચેતન લાવે, ને બીજમાત્રમાં પ્રાણની પાંખ વિકસાવે તે વર્ષાઋતુ જ્યારે પૃથ્વી પર પધારે, ત્યારે પૃથ્વી પંચરંગી પહેરવેશ ધારણ કરે, ને તેનાં પોતાં પગલાંને પ્રેમ–પુખેથી વધાવે એ સ્વાભાવિક છે.

Answered by gourangamudi299
1

“થરથર ભીંજે આંખ-કાન, વરસાદ ભીંજવે

કોને કોનાં ભાન-સાન, વરસાદ ભીંજવે."

– રમેશ પારેખ

પૃથ્વી ઉપર ઋતુઓનું ચક્ર સતત ફર્યા કરે છે. ગ્રીષ્મઋતુ વિદાય થતાં વર્ષાઋતુનુ આગમન થાય છે. ગ્રીષ્મની કાળઝાળ ગરમીથી સૌ કોઈ ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારી ઊઠે છે, તેથી વરસાદના આગમનની બધાં ચાતકનજરે રાહ જુએ છે.

ચોમાસું શરૂ થતાં જ આકાશમાં કાળાં ડિબાંગ વાદળાં છવાઈ જાય છે. એ જોઈ સૌના મનમાં વરસાદના આગમનની આશા જન્મે છે. પવનના સુસવાટા થાય છે, ધૂળની ડમરીઓ ઊડે છે. વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે મેઘરાજાની પધરામણી થાય છે.

વરસાદનું આગમન થતાં સઘળે આનંદઆનંદ છવાઈ જાય છે. મોરલાની ગહેક, કોયલના ટહુકા અને દેડકાંનું ‘ડ્રાંઉં... ડ્રાંઉં...' સમગ્ર વરસાદી વાતાવરણને જીવંત બનાવે છે. મોર કળા કરે છે, ખેડૂતો હરખઘેલા થઈ વર્ષાનાં ગીતો ગાય છે. નાનાં બાળકો વરસાદમાં નાચે છે, કૂદે છે, ગાય છે, વરસાદને આવકારે છે :

“આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ;

ઊનીઊની રોટલી ને, કારેલાંનું શાક.'

બારીએ બેસીને કે આંગણામાં ઊભા રહીને વરસતા વરસાદને જોવાની અને તેનું મધુરું સંગીત સાંભળવાની ખૂબ મજા પડે છે. વરસાદમાં નાહવાની મજા તો જે વરસાદમાં નહાય એને જ સમજાય છે.

વરસાદના આગમનથી ધરતીમાંથી મીઠી સોડમ આવે છે. ધરતી પર લીલુંછમ ઘાસ ઊગી નીકળે છે. ધરતી નવું રૂપ ધારણ કરે છે. ધરતીએ લીલી સાડી પહેરી હોય એવું મનોહર દ્રશ્ય આંખને ઠારે છે. લીલાછમ કૂણાકૂણા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાની મજા પડે છે. વરસાદનાં નવાં પાણીથી છલકાતાં જળાશયો જીવંત લાગે છે. ખેતરોમાં લીલોછમ પાક લહેરાવા લાગે છે. આ ઋતુમાં અવારનવાર દેખાતું સપ્તરંગી મેઘધનુષ નીલગગનમાં શોભી ઊઠે છે.

ક્યારેક દિવસો સુધી ધોધમાર વરસાદ પડે છે. પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. નદીઓમાં પૂર આવે છે. પૂરનાં પાણી ગામોમાં અને ખેતરોમાં ફરી વળે ત્યારે ઘણું નુકસાન થાય છે. ધોધમાર વરસાદને લીધે ક્યારેક કાચાં મકાનો ધરાશાયી થઈ જાય છે, ગરીબ લોકોનાં ઘરવખરી અને ઢોર તણાઈ જાય છે. ખેતરોમાં ઊભેલો મોલ ધોવાઈ જાય છે.

ભારે વરસાદથી શહેરોના રસ્તાઓમાં પાણી ભરાઈ જાય છે. રસ્તાઓ પર ચાલતાં વાહનો ખોટકાઈ જાય છે. જનજીવન ઠપ થઈ જાય છે. બધે ઘણું નુકસાન થાય છે; ત્યારે આપણને કુદરતના રૌદ્ર સ્વરૂપનાં દર્શન થાય છે. બારે મેધ તૂટી પડે છે. પૃથ્વી વર્ષાના પ્રકોપને પોતાના ઉરમાં સમાવી શકતી નથી. અનાવૃષ્ટિ સૂકો દુકાળ છે, તો અતિવૃષ્ટિ લોકો માટે લીલો દુકાળ છે.

સારા વરસાદને કારણે મબલખ પાક ઊતરે છે અને ચારે તરફ આનંદનું વાતાવરણ છવાઈ જાય છે. ખેડૂતો હળોતરા કરે છે. લોકો પોતાના આનંદને પ્રગટ કરવા માટે જાતજાતના ઉત્સવો ઊજવે છે. આ ઉત્સવોમાં જન્માષ્ટમી, પર્યુષણ, ગણેશચતુર્થી, નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવા તહેવારો મુખ્ય છે. લોકો આવા ઉત્સવોનો આનંદ લૂંટે છે. વ્રતઉપવાસ કરે છે. પ્રભુને રીઝવે છે.

વર્ષાઋતુનું આગવું સૌંદર્ય છે, તો તેની કેટલીક મુશ્કેલીઓ પણ છે. વર્ષાઋતુમાં કાદવકીચડ અને ગંદકી વધારે થાય છે. તેથી માખી અને મચ્છરનો ઉપદ્રવ વધે છે, પરિણામે મેલેરિયા, મરડો અને વાળા જેવા રોગ ફેલાય છે.

હવા, પાણી અને ખોરાક એ માનવજીવનની ત્રણ મુખ્ય જરૂરિયાતો છે. હવા તો કુદરતે આપણને વિપુલ પ્રમાણમાં આપી છે, પરંતુ પાણી અને અનાજની વિપુલતાનો આધાર વરસાદ પર છે. પશુધનને તંદુરસ્ત અને જીવતાં રાખવા માટે ઘાસચારો જરૂરી છે, તેનો આધાર પણ વરસાદ પર જ છે. આમ, વર્ષાઋતુ સૌના જીવન માટેનો મુખ્ય આધાર છે.

સાચે જ વર્ષાઋતુ અન્નપૂર્ણા છે. તેનું પ્રાકૃતિક સૌંદર્ય અને તેની મહત્તાને ધ્યાનમાં લઈને જ કવિઓએ તેને ‘ઋતુઓની રાણી’ કહી છે. કવિશ્રી બાલમુકુન્દ દવેએ વરસાદના સૌમ્ય રૂપને કાવ્યમાં ઉતાર્યું છેઃ

“આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી,

પેલાં રેલી ચાલ્યાં રૂપ કોઈ ઝીલો જી,"

Hope this answer would help you !

If you like my answer, then mark me as brainliest !

Similar questions