VI-1 *ઓનલાઇન શિક્ષણ ' વિશે દશ-બાર વાક્યોમાં નિબંધ લખો.
Answers
Answer:
ભારતમાં શાળા કોલેજ સહિત તમામ શિક્ષણ સંસ્થાઓ પોતાનું શૈક્ષણિક સત્ર પૂરું કરે એ પહેલાં જ કોરોના સંકટને પગલે ૨૪ માર્ચથી બંધ કરી દેવાઈ. લોકડાઉનના એ સમયમાં ઓનલાઇન શિક્ષણ દ્વારા સત્ર પૂરું કરવાનો પ્રયાસ કરાયો. કેટલીય શિક્ષણ સંસ્થાનોમાં વર્ગો ચાલુ હતા અને પરીક્ષા લંબાઈ ગઈ. પ્રાથમિક અને માધ્યમિક વર્ગો ઓનલાઇન ચલાવવા માટે ઝૂમ જેવા વિવાદાસ્પદ લેબ પ્લેટફોર્મનો સહારો લેવાયો. ક્યાંક ગૂગલ, તો ક્યાંક સ્કાઇપ દ્વારા અભ્યાસ કરાવાયો. ક્યાંક યૂ-ટયૂબ પર ઓનલાઇન સામગ્રી તૈયાર કરાઈ, તો ક્યાંક લેક્ચર અને વર્ગખંડ શિક્ષણના વીડિયો તૈયાર કરીને ઓનલાઇન પોસ્ટ કરાયા અને વોટ્સએપના માધ્યમથી વિદ્યાર્થીઓને ગ્રૂપમાં મોકલવામાં આવ્યા. પરંતુ મહદઅંશે સંસ્થાઓ ઓનલાઇન પરીક્ષા માટે તૈયાર નથી. જાણકારોનું કહેવું છે કે આઇઆઇટી જેવી સંસ્થાઓ છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઇન લઈ શકે છે.
Explanation:
पकौड़ी से 10 बार वाक्य में निबंध लिखो