કે હીન જન્મે નવ હીન માનવ, કે હીન કર્મ કરી હીન માનવ.
vichar vistar
Answers
Answered by
31
કે હીન જન્મે નવ હીન માનવ, કે હીન કર્મ કરી હીન માનવ.
આપેલ પંક્તિનો વિચાર વિસ્તાર કરવા માટે કહ્યું છે.
ઉપરોક્ત પંક્તિઓ દ્વારા કવિ કહેવા માંગે છે કે કોઈ પણ મનુષ્ય નીચી જાતિમાં જન્મ લઈને નીચું .બનતું નથી. પરંતુ નીચ કર્મ કરીને મનુષ્ય નીચ બને છે.
હીન અર્થાત નીચી કક્ષાનું. નવ એટલે અહીં 'નહીં' થાય.
આપણા સમાજમાં મનુષ્યને જાતિ વડે તોલવાની પ્રથા પર કવિ કટાક્ષ મૂકે છે. જન્મ ક્યાં લેવો, એ મનુષ્ય નક્કી નથી કરી શકતો. પરંતુ કેવા કર્મ કરવા એ તો વ્યક્તિના હાથમાં હોય છે. આ પંક્તિમાં આ જ વાતને દર્શાવાઈ છે.
વિચાર વિસ્તાર- મનુષ્ય ઉચ્ચ જન્મથી નહિ પણ કર્મથી બને છે. એવી જ રીતે હીન પણ કર્મોને લીધે જ થાય છે. માટે, આપણે મનુષ્યને જાતિના આધારે નહિ, પરંતુ કર્મના આધારે જોવા જોઈએ.
Similar questions