India Languages, asked by PragyaTbia, 1 year ago

Write a speech on soldiers in gujarati

Answers

Answered by TbiaSupreme
86

દરેક દેશનું સાચું ગૌરવ એ તે દેશનો સૈનિકછે. સૈનિક એ દેશના રક્ષક છે. દેશભક્તિથી પરિપૂર્ણ સૈનિક પોતાના દેશની રક્ષા માટે સદાય તત્પર હોય છે. પોતાના પરિવારની ચિંતાને છોડીને દેશના દરેક નાગરિકની ચિંતા કરવી અને તેમની રક્ષા કરવી એ સૈનિકની ફરજ હોય છે. ખરાબમાં ખરાબ સંજોગોમાં પણ પોતે અડીખમ ઉભા રહીને દેશની સેવા કરે છે. તહેવારમાં પણ પોતાના પરિવારની સાથે ન રહેતા સીમા ઉપર દેશુનુ રક્ષણ કરેછે. દેશની રક્ષા કરવી એજ સૈનિક માટે તહેવાર છે. પોતાના અંતિમશ્વાસ સુધી ફરજ બજાવે છે. સાચું કહીયે તો સૈનિક પોતાની માટે નહિ પણ દેશ માટેજ જીવન જીવે છે.


Answered by pandeysunayana
2

Explanation:

:ભારતીય ભૂમિસેના:

(આઈએ, દેવનાગરી,: भारतीय थलसेना, ભારતીય સ્થલસેના ) એ ભૂમિ આધારભૂત શાખા છે અને ભારતીય શસ્ત્ર સજ્જ સેનાનો સૌથી મોટો વિભાગ છે. તેનો પ્રાથમિક ઉદ્દેશ એ બાહ્ય આક્રમણો અને ધમકીઓથી રાષ્ટ્રીય સુરક્ષા અને ભારતના પ્રજાસત્તાકનું રક્ષણ સુનિશ્ચિત કરવાનું છે અને તેની સરહદની અંદર શાંતિ જાળવવાની અને સુરક્ષા કરવાની છે. તે કુદરતી આપત્તિ અને બીજી ઉપદ્રવની પરિસ્થિતિઓ દરમિયાન માનવહીત બચાવ પ્રક્રિયાઓનું સંચાલન પણ કરે છે.

Similar questions