Write an essay on aatankwad in gujarati
Answers
આતંકવાદની સમસ્યા આજે એક ક્ષેત્ર કે એક દેશની નથી પણ તે સમગ્ર વિશ્વની સમસ્યા છે. ભારતમાં આતંકવાદ ક્યારે આરંભ થયો તે કહેવું મુશ્કેલ છે કારણ કે આતંકવાદ દરેક યુગમાં કોઇ ને કોઇ રુપે હાજર રહ્યો છે. ત્રેતા યુગમાં રાવણ અને બીજા રાક્ષસોનો ત્રાસ, દ્વાપર યુગમાં, દુર્યોધન, કંસ, જરાસંઘ વગેરે અને વર્તમાન યુગમાં કુશળ (નકારાત્મક રીતે શિક્ષિત) લોકોનો ત્રાસ સદા સમાજ પર કલંક છે.
આધુનિક કાળના ઇતિહાસમાં ભારતમાંથી નાગાલેન્ડને અલગ કરવા માટે આતંકવાદ શરૂ થયો અને કશ્મીરને પાકિસ્તાનમાં જોડવા માટે આતંકની શરુઆત થઇ. આતંકવાદ આજે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના તમામ દેશોમાં ફેલાયેલ છે. તિબેટ પર ચિની આતંકના પરિણામ સ્વરૂપે ત્યાંના શાસક દલાઇ લામાને ભારતમાં શરણ લેવી પડી. પૂર્વ પાકિસ્તાન પર પાકિસ્તાનના આતંકને પરિણામે બાંગ્લાદેશનું સર્જન થયું. તાજેતરમાં જ ઓસામા બિન લાદેનના આતંકવાદીઓ દ્વારા અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેંટર અને પેન્ટાગન પર આતંકવાદી હુમલા કરવામાં આવ્યા. તેની નિંદા સમગ્ર દુનિયામાં થઇ હતી. પરિણામ સ્વરૂપ અફઘાનિસ્તાન પર અમેરિકાએ હુમલો કર્યો અને તાલિબાન શાસકોનો અંત આવ્યો. નેપાલ પણ આજે ત્રાસવાદથી પીડિત છે.
વાસ્તવમાં ત્રાસવાદનું કારણ છે બેરોજગારી, વિસ્તરણવાદ, પૂર્વગ્રહ, અંધવિશ્વાસ, સ્વાર્થ અને આર્થિક અને સામાજિક અસંતુલન. આતંકવાદથી બચવા માટે સામાજિક પરિવર્તનની જરૂર છે.