India Languages, asked by PragyaTbia, 1 year ago

Write an essay on Bhrashtachar in Gujarati

Answers

Answered by TbiaSupreme
176

આજના યુગમાં સર્વત્ર ભ્રષ્ટાચારનું સામ્રાજ્ય પ્રવર્તે છે. જ્યાં જુઓ ત્યાં બધે ભ્રષ્ટાચાર જ જોવા મળે છે. જાહેરજીવનનું એક પણ ક્ષેત્ર એવું બાકી નથી રહ્યું, જ્યાં આ સડો ના પેઠો હોય. રાજકારણ તો જાણે ભ્રષ્ટાચારનો પૂરો અડ્ડો બની ગયું છે. શિક્ષણ, વ્યાપાર અને રમતગમત જેવા ક્ષેત્રોમાં પણ ભ્રષ્ટાચાર વ્યાપેલો જોવા મળે છે.

પહેલાંના સમયમાં શુદ્ધ રાષ્ટ્રપ્રેમ અને નિ:સ્વાર્થ સેવાના ભાવથી લોકો રાજનીતિ અપનાવતા હતા. પોતાની સંપત્તિ પણ રાષ્ટ્રને ચરણે ધરતા હતા. આમ છતાં પોતાને મળતી સત્તા કે સગવડનો સદઉપયોગ કરીને સાધનશુદ્ધિ સાચવતા હતા. આજના રાજકિય નેતાઓમાં એમાંનું એક પણ લક્ષણ જોવા મળતું નથી. યથા રાજા તથા પ્રજા, એ ન્યાયે પ્રજામાં પણ ભ્રષ્ટાચાર પાંગર્યો છે. વેપારી વર્ગ માલમાં ભેળસેળ કરે છે. તેલ,અનાજ કે દવા સુધ્ધાં ભેળસેળથી બચ્યા નથી. શાકભાજી, દૂધ અને રોજિંદી જીવનજરુરી ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ પ્રજાના સ્વાસ્થને જોખમાવે છે. આજ રીતે શિક્ષણ, પોલીસ, ન્યાયતંત્ર એમ સર્વત્ર ભ્રષ્ટાચાર જોવા મળે છે.

જ્યારે આખું આભ જ ફાટ્યું હોય ત્યાં થિંગડાં કેટલાં દેવાય? આમ ચોતરફ ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો હોય ત્યાં સભ્ય ને શુદ્ધ રહેવું શક્ય તો નથી, ઉલટાનું જોખમભર્યું છે એટલે મને-કમને પ્રજા સંમત થઇને ભ્રષ્ટાચારને જ શિષ્ટાચાર ગણતી થઇ ગઇ છે.

Answered by vivek1362007
0

Answer:

Explanation:

Similar questions