India Languages, asked by sfsfhxj32, 1 year ago

Write an essay on jallianwala bagh in gujarati

Answers

Answered by riavemalakunta1998
4

અમૃતસર, 20 ફેબ્રુઆરી: બ્રિટેનના વડાપ્રધાન ડેવિડ કેમરુન અમૃતસર પહોંચી ગયા છે. અમૃતસર પહોંચતા જ ડેવિડ કેમરૂને સુવર્ણ મંદિરમાં શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. પોતાના એક પૂર્વજ માટે કરેલા આ કૃત્યનો ગુસ્સો ઇગ્લેંડના વડાપ્રધાન ડેવિડ કેમરુનને હજુ સુધી વેઠવો પડે છે. બ્રિટિશ જનરલ ડાયરે 94 વર્ષ પહેલાં (13 એપ્રિલ, 1919) ના રોજ જલિયાવાલા બાગમાં શાંતિપૂર્ણ સભા કરી કરેલા દેશભક્ત ભારતીયો પર ગોળી ચલાવવાનો હુકમ આપી લગભગ દોઢ હજાર લોકોના મોતના ઘાટ ઉતારી દિધા હતા. ભારતના પ્રવાસે આવેલા બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરુને અમૃતસરમાં જલિયાવાલા બાગ શહીદ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ડેવિડ કેમરુને વિઝિટર બુકમાં લખ્યું હતું કે 'જલિયાવાલા બાગ નરસંહાર શરમજનક ઘટના હતી.'

લગભગ એક સદી થઇ ગઇ હોવાછતાં લોકોના દિલમાં આ નરસંહારની જ્વાળા આજેપણ સળગી રહી છે. ડેવિડ કેમરુન બુધવારે અમૃતસર આવી ગયા છે. તેમનું શહીદી સ્થળ જલિયાવાલા બાગમાં જવાનો કાર્યક્રમ છે જ્યાં તે 30 મિનિટ રહેશે અને પોતાના શ્રદ્ધા સુમન અપર્ણ કરશે. તેમની સાથે મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ જશે. આ નૃશંસ હત્યાકાંડ બાદ ગત 94 વર્ષોમાં પ્રથમ તક છે, જ્યારે બ્રિટેનના કોઇ વડાપ્રધાને આ શહીદી સ્થળની મુલાકાત લીધી હોય. ડેવિડ કેમરુના દિલો દિમાગમાં શું ચાલી રહ્યું છે પરંતુ અમૃતસરના રહેવાસીઓના મનમાં જનરલ ડાયર પ્રત્યે આજેપણ આક્રોશ છે. લોકોની આ પ્રબળ ઇચ્છા છે કે ડેવિડ કેમરુન જનરલ ડાયરના કૃત્ય માટે જલિયાવાલા બાગમાં ઉભા રહીને ભારતીયોની માફી માંગે. ડેવિડ કેમરુના દિલો દિમાગમાં શું ચાલી રહ્યું છે પરંતુ અમૃતસરના રહેવાસીઓના મનમાં જનરલ ડાયર પ્રત્યે આજેપણ આક્રોશ છે. લોકોની આ પ્રબળ ઇચ્છા છે કે ડેવિડ કેમરુન જનરલ ડાયરના કૃત્ય માટે જલિયાવાલા બાગમાં ઉભા રહીને ભારતીયોની માફી માંગે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં 1997માં ઇગ્લેંડની મહારાણી એલિઝાબેથ પણ જલિયાવાલા બાગ આવી હતી, પરંતુ તેમને નરસંહાર માટે માફી માંગી ન હતી. હવે ડેવિડ કેમરુન માફી માંગે છે કે નહી તેના પર દેશની નજર મંડરાયેલી છે. જલિયાબાગ ઉપરાંત તે લગભગ નવ વાગે શ્રી હરિમંદિર સાહેબ પણ જશે. ડેવિડ કેમરુનના પ્રવાસને ધ્યાનમાં રાખતાં આઠ જિલ્લાની પોલીસ ગોઠવી દેવામાં આવી છે. સવારે સાડા પાંચ વાગે જ જલિયાવાલા બાગમાં કોઇપણ વ્યક્તિને દાખલ થવા દેવામાં નહી આવે. જલિયાવાલા બાગની આસપાસના બધા ભવનો પર પોલીસદળ ગોઠવી દેવામાં આવ્યાં છે.

hope this helps please mark as branliest




Answered by TbiaSupreme
1

1919માં, બ્રિટીશ સરકારે રોલેટ એક્ટ પસાર કર્યો હતો, જે અત્યંત દમનકારી હતો. આ કાયદાએ અદાલતમાં કોઇ પણ પ્રકારનો કેસ ચલાવ્યા વિના અને કોઇ પણ પ્રકારના ગુના વગર કોઈપણ વ્યક્તિને શંકાના આધારે કેદ કરવા માટે અધિકૃત કરી. ગાંધીજીએ સત્યાગ્રહ શરૂ કર્યો અને ચળવળ શરુ કરી.

આ ચળવળને ડામવા માટે સરકારે, ખાસ કરીને પંજાબમાં તેના લેફ્ટનન્ટ-ગવર્નર જનરલ ડાયરના માર્ગદર્શન હેઠળ દમન સાથે વિરોધને પહોંચી વળવાનો નિર્ણય કર્યો. તે જ સમયે બે અગ્રણી નેતાઓ, ડૉ સૈફુદ્દીન કિચલુ અને ડૉ. સત્યપાલની પંજાબમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડના વિરોધમાં, 13 એપ્રિલ 1919 ના રોજ અમૃતસરના જલિયાનવાલા બાગમાં એક વિશાળ સભા ભરાઇ હતી. જનરલ ડાયર તેની સેના સાથી આ શાંતિપૂર્ણ સભા પર નિર્દયતાથી તૂટી પડ્યો અને લોકો પર અંધાધૂંધ ગોળીઓ વરસાવવા લાગ્યો. હજારો લોકો માર્યા ગયા અને ઘાયલ થયા. જલિયાનવાલા બાગ હત્યાકાંડ ખરેખર એક દુ:ખદ  કરૂણાંતિકા હતી.

આ હત્યાકાંડ પછી પંજાબમાં માર્શલ લૉ જાહેર કરવામાં આવ્યો હતો અને સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સંપત્તિ જપ્ત કરવી, પાણી અને ઇલેક્ટ્રિક પુરવઠો કાપી નાખવામાં આવતો હતો. આ ઘટનાએ ગાંધીજી સહિત સમગ્ર દેશના લોકોને ઊંડો આઘાત પહોંચાડ્યો હતો. સમગ્રદેશમાં ઊગ્ર અસંતોષની લાગણીએ વેગ પકડ્યો હતો. પંજાબની કરૂણાંતિકાના વિરોધમાં રવિન્દ્રનાથ ટાગોરે નાઈટહુડ ખિતાબ અંગ્રેજ સરકારને પરત કરી દીધો હતો.  

આમ, જલિયાંવાલા બાગ હત્યાકાંડ એ ઇતિહાસની એક દુ:ખદ કરુણાંતિકા છે.


Similar questions