Write an essay on Jawaharlal nehru in gujarati
Answers
ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મ ૧૪ નવેમ્બર, ૧૮૮૯ માં ઈલાહબાદના એક ધનાઢય પરિવારમાં થયો હતો. તેમના પિતા નું નામ મોતીલાલ નેહરૂ અને માતાનુ નામ સ્વરૂપરાની હતું. પિતા વ્યવસાયે વકીલ હતા. તેમને 3 પુત્રીઓ અને એક પુત્ર જવાહરલાલ નેહરૂ હતા.
જવાહરલાલ નેહરૂને દુનિયાની શ્રેષ્ઠ વિશ્વવિદ્યાલયમાં શિક્ષા પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો હતો. તેમણે સ્કૂલી શિક્ષા હેરો અને કોલેજની શિક્ષા ટ્રિનિટી કૉલેજ લંડનથી પૂરી કરી હતી. તેમણે કાયદાની ડિગ્રી કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયથી પૂરી કરી હતી.
કૉંગ્રેસ પક્ષે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં આગળ પડતી ભૂમિકા નિભાવનાર નેહરુને સ્વતંત્ર ભારતના સૌથી પહેલા વડાપ્રધાન તરીકેની જવાબદારી નિભાવવા માટે ચૂંટી કાઢયા હતા. ત્યારબાદ કૉંગ્રેસે ૧૯૫૨ માં ભારતની પહેલી લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી, ત્યારે તેઓ ફરીથી વડાપ્રધાનપદે નિયુકત થયા હતા. પંડિત નહેરુ બિન જોડાણવાદના શરુઆતના સ્થાપકોમાંથી એક હતા. આ ઉપરાંત, તેઓ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ ખાસ સક્રિય રહ્યા હતા. તેઓ બાળકોના પ્યારા “નહેરુ ચાચા” તરીકે અને “પંડિત નહેરુ” તરીકે જાણીતા હતા.