India Languages, asked by PragyaTbia, 1 year ago

Write an essay on maa in gujarati

Answers

Answered by chirformatics
5

‘મા’ શબ્દ જ મમતાથી ભરેલો છે.  જગતમાં સર્વપ્રથમ બાળકના મુખમાંથી નિકળતો જો કોઈ શબ્દ હોય તો તે ‘મા’ છે. કવિઓએ માતૃપ્રેમનો મહિમા મુકતકંઠે ગાયો અને બિરદાવ્યો છે.

પશુ હોય કે પક્ષી હોય માતાનો પ્રેમ એના પોતાનાં બાળકો માટે અપાર હશે, ગાય પોતાના   વાછરડાંને, કૂતરી પોતાનાં ગલૂડિયાંને પ્રેમસ્નેહ કરતાં થાકતી નથી. તે તેમને કેવાં સાચવે છે, ચાટે છે અને ખવડાવે છે. અબોલા પ્રાણીમાં જો આટલી માયા અને લાગણી હોય તો માનવ-માતાની તો વાત જ શી કરવી.

જગતમાં દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્ય અને અનમોલ રહ્યો છે. તે બાળકની પ્રેરણાદાત્રીની છે.

Similar questions