India Languages, asked by PragyaTbia, 10 months ago

Write an essay on mothers love in gujarati language

Answers

Answered by chirformatics
75

માતા નો પ્રેમ પોતાના સંતાન પ્રત્યે અમૂલ્ય હોય છે, પછી એ આઠ બાળકોની માતા હોય કે એકના એક સંતાનની. માતાને મન એનુ પ્રત્યેક બાળક કાળજાનો કટકો છે. માતા ગરીબ ઘરની હોય કે શ્રીમંત ઘરની, એના વાત્સલ્યનુ ઝરણું તો અખૂટપણે વહ્યા જ કરે છે. વળી બાળક હ્રષ્ટપુષ્ટ અને દેખાવડુ જ હોય એ કઈ જરૂરી નથી. માતાને મન તો એનુ લુલુ લંગડુ કે બહેરુ બોબડુ બાળક ગુલાબના ખીલેલા ગોટા જેવુ જ હોય છે. માતાને ઘડીને ઈશ્વરે હાથ ધોઈ નાખ્યા છે એમ કહીએ તો જરાય ખોટુ નથી.

બાળક માંદુ પડે, નિશાળેથી આવતા થોડુ મોડુ થાય કે કોઈ ચીજ મેળવવા માટે ધમપછાડા કરે ત્યારે માતા લાખ કામ પડતા મુકીને કેવી બેબાકળી અને ચિંતાતુર બની જતી હોય છે. બાળકના સુખે સુખી અને બાળકના દુખે દુ:ખી થનારી, રાત દિવસ તેના હિતની પ્રાર્થના કરનારી માતા જેવી ત્યાગમૂર્તિ જગતમાં બીજી કોઈ છે ખરી? જીવન નૈયાનુ સુકાન માતા છે. મા વિનાના બાળકોની સ્થિતિ અત્યંત દયાજનક હોય છે.

Answered by naituu2009
0

Explanation:

માતૃપ્રેમ❤ પર જેટલું લખો તેટલુ ઓછું છે.

Similar questions