Write an essay on narmada dam in gujarat
Answers
સરદાર સરોવર પ્રોજેક્ટ ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન હતુ. 5 એપ્રિલ, 1961 ના રોજ પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા આ પ્રોજેક્ટનો પાયો નખાયો હતો. 67 મા જન્મદિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા નદી પર સરદાર સરોવર ડેમનું ઉદ્ઘાટન કર્યું હતુ. આ પ્રોજેક્ટ જે દાયકાઓથી ઘણા વિવાદોનો વિષય છે. તે વિશ્વનાં સૌથી મોટા ડેમમાંનો એક છે. જેની લંબાઇ 1.2 કિલોમીટર અને ઊંચાઇ 163 મીટર છે.
સરદાર સરોવર ડેમને ગુજરાતની જીવાદોરી કહેવામાં આવે છે કારણ કે તેનાથી ગુજરાતનું કૃષિ ઉત્પાદન અને આવક વધશે. તેનાથી રાજ્યમાં 18 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈનો લાભ મળશે. નર્મદાનું પાણી નહેર નેટવર્ક દ્વારા 9,000 ગામોને પીવાનું તથા સિંચાઇનું પાણી ઉપલબ્ધ કરાવશે. સરદાર સરોવર ડેમ પર બે પાવરહાઉસ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેનાથી 1,200 મેગાવોટ અને 250 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે 4,141 કરોડ એકમ વીજળીનું ઉત્પાદન થશે. જે ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે વહેચવામાં આવશે.