Write an essay on narmada river in gujarati language
Answers
નર્મદા એટલે આનંદ આપનારી. પાણીના પ્રવાહની તીવ્રતાને કારણે તે રેવા તરીકે પણ ઓળખાય છે. નર્મદા એ ભારતની ત્રણ મુખ્ય નદીઓમાંની એક છે જે પશ્ચિમ તરફ અરબી સમુદ્રમાં વહે છે. જ્યારે અન્ય બે મોટી નદીઓ તાપિ અને મહિ છે. ભારતીય ઉપખંડની તે પાંચમી સૌથી મોટી નદી છે. આ નદીની વિશેષતા એ છે કે તે વિંધ્ય અને સતપુરાના પહાડોથી બનતી ખીણની વચ્ચે થઇને વહે છે.
નદીનો ઇતિહાસ પવિત્ર સ્થળ અમરકંઠક પર સ્થિત નર્મદા કુંડ સાથે જોડાયેલો છે. મહાભારત, રામાયણ, વશિષ્ઠ સંહિતા, શતપથ બ્રાહ્મણ વગેરે જેવા હિન્દુ પુરાણમાં અમરકંટક અને તેની નદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘણા દેવતાઓ અને દેવીઓના વિવિધ હિન્દૂ મંદિરોમાં નર્મદા કુંડનો સમાવેશ થાય છે.
નર્મદા નદીનો માર્ગ લગભગ સીધો છે અને માર્ગમાં ઓછા ખડકાળ અવરોધો છે. તે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાં થઇને વહે છે. નર્મદા નદી પર સરદાર સરોવર નામનો બંધ બાંધવામાં આવ્યો છે, જેમાંથી સિંચાઇ અને પીવાનું પાણી તથા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. નર્મદાને ગુજરાતની જીવાદોરી પણ કહેવામાં આવે છે.