India Languages, asked by kushalvallechhaa, 1 year ago

write an essay on parishram ej parishmani in gujarati pls its urgents ​

Answers

Answered by mukeshkholiya01
2

સસ્સારાણાની વાત સાંભળીને ચિન્ટુ-પિન્ટુ રાજીના રેડ થઈ ગયા. આનંદથી કૂદકા મારતાં એ તો પહોંચ્યા પશાભાઇ પટેલનાં ખેતરમાં આવેલા મકાન તરફ. એ ક ગામના સીમાડે ખેતરોની વચ્ચે નાનકડું તળાવ હતું. આ તળાવકાંઠે સસલાભાઇનો પરિવાર રહેતો હતો. પરિવારમાં સસ્સારાણા, સસ્સીરાણી અને તેમનાં બે બચ્ચાં ચિન્ટુ અને પિન્ટુ. સસ્સારાણા ને સસ્સીરાણી રોજ સવારે ઊઠીને બાગ-બગીચામાં કૂણું કૂણું ઘાસ-ફળફૂલ ખાવા જાય. ભરપેટ ખાઈને પોતાના બાળકો માટે થોડો ખોરાક લેતા આવે. આમ, દરરોજ ખોરાકની શોધમાં બંને જણ દૂર-દૂર જતા. સમય પસાર થતો ગયો એમ ચિન્ટુ અને પિન્ટુ થોડા મોટા થઈ ગયા. સમજદાર પણ ભારે. એક દિવસ ચિન્ટુ-પિન્ટુએ સસ્સારાણાને કહ્યું, ‘પપ્પા, તમે દરરોજ ખોરાક માટે દૂર જાઓ છો એના કરતાં આપણે કંઈક એવું કરીએ કે આપણને અહીં જ ખોરાક મળી રહે. તળાવ પાસે થોડી ઉજજડ જમીન છે. એ જમીન પર આપણે પોતાનું સરસ મજાનું ખેતર બનાવીએ. તેમાં ઘાસ, ફળ-ફૂલ, શાકભાજી ઊગાડીએ અને ઘરે બેઠા નિરાંતે ખાઇએ.’ ચિન્ટુ-પિન્ટુની વાત સાંભળી સસ્સારાણાએ કહ્યું, ‘તમારી વાત સાચી છે, પરંતુ ખેતર ખેડે કોણ? તેમાં પાણી કોણ પાય? આપણે તો નાનકડા પ્રાણી.’ચિન્ટુ-પિન્ટુએ કહ્યું, ‘એમાં વળી શું? ઉંદરમામાના છોકરા અમારા સારા મિત્રો છે. દરરોજ તેઓ આ તળાવે જ પાણી પીવા આવે છે. વળી, ઉંદરમામા પણ બહુ જ દયાળુ છે. આપણે તેમને પણ બોલાવીએ. બધા ભેગા મળી આ કામ પાર પાડીશું.’ તરત જ સસ્સીરાણીએ કહ્યું, ‘હા, આ વાત ખરેખર સાચી છે અને તમે સસ્સારાણા, તમારા દોસ્ત અપ્પુ હાથીભાઇ ડુંગરાની ગિરિમાળામાં રહે છે ને! ત્યાંથી તેમને પણ બોલાવી આવો. હાથીભાઈ તળાવમાંથી પોતાની સૂંઢમાં પાણી ભરીને ખેતરમાં પાશે.’સસ્સારાણાએ પણ હા પાડી અને બોલ્યા, ‘ચાલો, સૌ પોતપોતાના મિત્રોને ખેતર વિશેની વાત કરો અને બધાને કહેજો કે આવતી કાલે અહીં હાજર થાય.’ સસ્સારાણાની વાત સાંભળીને ચિન્ટુ-પિન્ટુ રાજીના રેડ થઈ ગયા. આનંદથી કૂદકા મારતાં એ તો પહોંચ્યા પશાભાઇ પટેલનાં ખેતરમાં આવેલા મકાન તરફ. ત્યાં તો રસ્તામાં જ ઉંદરમામાના બાળકોનો ભેટો થઇ ગયો. ચિન્ટુ-પિન્ટુએ તેમને ખેતર અંગેની બધી વાત કરી. ઉંદરમામાના બાળકોએ પણ કહ્યું, ‘હા, એમાં વળી શું? ખેતર ખેડતાં તો અમને ફાવે જ છે.’ આ તરફ સસ્સારાણા અપ્પુ પાસે ગયા. તેમણે પણ તરત જ હા પાડી અને કહ્યું, ‘ભલે ત્યારે. આ તો સારી જ વાત કહેવાય. આપણે ભેગા મળી સહિયારું ખેતર બનાવીએ.’ સસ્સીરાણી પણ પોતાની બહેનપણીઓને આજુબાજુમાંથી બોલાવી આવી. બીજા દિવસે સસ્સારાણા તેમજ ઉંદરમામાનો પરિવાર અને સસ્સીરાણીની બહેનપણીઓ ભેગા થયા. બસ, પછી રાહ શેની? ઉંદરડાઓ તો ખેતર ખેડવા મંડી પડ્યા. ચૂં...ચૂં...ચૂં... કરતાં, દર ખોદે તેમ માંડ્યા ખેતર ખેડવા. આખા દિવસમાં ખેતર સરસ મજાનું ખેડાઈ ગયું. સસ્સારાણા ને સસ્સીરાણી બાજુના ખેતરમાંથી તાજા ગાજર, મૂળા, શાકભાજી અને ફળ-ફૂલના બી લઇ આવ્યા. બધાએ ભેગા મળી ખેતરમાં બી વાવી દીધા. અપ્પુનો પરિવાર તળાવમાંથી સૂંઢમાં પાણી ભરીને ખેતરમાં વાવેલા બીને પીવડાવવા લાગ્યા. દરરોજ સવારે અપ્પુનો પરિવાર તળાવમાંથી પાણી ભરીને ખેતરમાં પાય. થોડા દિવસમાં બીને અંકુરો ફૂટ્યાં. સૌ પ્રાણીઓ એ જોઇને ખુશ થઈ ગયા. જોતજોતામાં ટૂંક સમયમાં જ ખેતરની ચારે બાજુ સુંદર મજાનો બગીચો, કૂણું કૂણું ઘાસ અને ગાજર-મૂળા-શાકભાજી-ફળફૂલના ઢગલા થઇ ગયા. સૌએ હળીમળીને પોતપોતાને ભાવતું ભોજન કરવા લાગ્યા ને તાજો-તાજો ખોરાક ખાતા ખાતા, આનંદથી બોલવા લાગ્યા, ‘પરિશ્રમ એ જ પારસમણી, જાતમહેનતની ખરી કમાણી’. પછી તો ઉંદરમામા અને અપ્પુનો પરિવાર પણ તળાવકાંઠે આવેલા વડલા પાસે જ રહેઠાણ બનાવી રહેવા લાગ્યા. આમ, સૌ સંપીને-હળીમળીને રહેવા લાગ્યા. મનહર દેવમુરારી

Similar questions