India Languages, asked by PragyaTbia, 1 year ago

Write an essay on teacher in gujarati language

Answers

Answered by chirformatics
58

દરેક વ્યક્તિના જીવનમાં શાળાનાં સંભારણાં યાદગાર બની રહે છે. આપણે જો યાદ કરીએ તો આપણા જીવનમાં કેટલાક શિક્ષક આપણને આદર્શરૂપ બને છે. તેવા શિક્ષકો પોતાનામાં રહેલા ગુણોને કારણે વિદ્યાર્થીઓને પ્રભાવિત કરે છે. શિક્ષક સલાહકાર તરીકે વિદ્યાર્થીઓના શિક્ષણ, શાળા પર્યાવરણ, મિત્રો અને કૂટુંબને લગતા પ્રશ્નો જાણી તેને દૂર કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડતા હોય છે. સલાહકાર તરીકે શિક્ષક લાગણીશીલ, પ્રેમાળ અને વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા કેળવી તેમના મિત્ર બનતા હોય છે.

  જો શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત ગુણો અને સ્વભાવથી પરિચિત બને તો કોઈપણ વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત ફેરફાર લાવી શકાય છે. ઉદાહરણ તરીકે તોફાની બાળકો તેમનાં તોફાનો માટે શાળામાં જાણીતાં હોય છે.  

કહેવાય છે કે શિક્ષક એ બાળક ના ભવિષ્ય નો ઘડવૈયો હોય છે.

Similar questions