Write an essay on umashankar joshi in gujarati
Answers
“આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા”
ભારતીય ભાષાઓમાં શ્રેષ્ઠ સર્જન માટેના 1967ના ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારના વિજેતા ઉમાશંકર જોષીની સર્જનક્ષમતા અને મહત્વકાંક્ષા બાળપણથી જ અણસાર આપી ગઇ હતી. તેમનો જન્મ તા- 21મી જુલાઇ 1911 ના રોજ નાનકડા બામણા ગામમાં થયો હતો.
કવિતા, ટૂંકી વાર્તા, એકાંકી, નિબંધ, વિવેચન, સંપાદન, સંશોધન, પ્રવાસવર્ણન એમ સાહિત્યનાં લગભગ બધાં જ પાસાં ઉમાશંકરની પ્રતિભાનો સ્પર્શ પામ્યાં હતાં. ઉમાશંકરનો વ્યાપ ગુજરાત પૂરતો સીમિત ન હતો. ભારતના સિમાડાઓમાં પણ તે બંધાયો ન હતો. તેમણે પોતે જ કહ્યું હતું તેમ “ગુજરાતીમાં લખતા તે વિશ્વકવિ” હતા, તે વાત આજે કેટલી બધી સાર્થક લાગે છે! ઉમાશંકર જોષી આજીવન યાત્રી રહ્યા છે. તેમણે સ્વાનુભવનાં પ્રવાસ વર્ણનો પણ લખ્યાં છે.
ઉમાશંકર જોષી 1966 થી 1972 સુધી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદે રહ્યા હતા. 1936માં એમને રણજિતરામ સુવર્ણચંદ્રક તથા 1947માં નર્મદ ચંદ્રક મળ્યો. 1979 થી 1982 સુધી વિશ્વભારતી યુનિવર્સિટી-શાંતિનિકેતનના કુલપતિપદે રહ્યા હતા. આમ, જીવનમાં એક લેખક ઇચ્છી શકે તેટલા પુરસ્કારો, પદવીઓ, સત્તા, કીર્તિ, માનઅકરામો તેમને સામે ચાલીને પ્રાપ્ત થયાં હતાં.
આમ, ખરેખર ઉમાશંકર જોષી એ ગુજરાતીમાં લખતા એક વિશ્વકવિ હતા.