India Languages, asked by PragyaTbia, 11 months ago

Write an essay on yoga in gujarati language

Answers

Answered by chirformatics
31

યોગ વ્યક્તિના શરીર, મન, લાગણી તથા ઉર્જાના સ્તરો પર કામ કરે છે. આથી યોગના ચાર મુખ્ય વર્ગીકરણો થયા છે : કર્મયોગ, જ્યાં આપણે શરીરનો ઉપયોગ કરીએ છીએ. જ્ઞાનયોગ, જ્યાં આપણે મન/બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. ભક્તિયોગ, જ્યાં આપણે લાગણીનો ઉપયોગ કરીએ છીએ. ક્રિયાયોગ, જ્યાં આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. આપણે યોગની જે કોઇ પદ્ધતિ અનુસરીએ છીએ તે આમાંથી કોઇપણ એક વર્ગીકરણ માં જ સમાવિષ્ટ થાય છે

યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે. તેમાં મન અને શરીર; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા વચ્ચે રહેલી એકતા છે. જે મનુષ્ય અને પ્રકૃતિ મધ્યોની સંવાદિતાનું મૂળરૂપ છે. એ આરોગ્ય અને કલ્યાણનો સમગ્ર દૃષ્ટિકોણ છે. યોગ એ કસરત નહીં પરંતુ આપણામાં વિશ્વમાં તથા પ્રકૃતિમાં રહેલી એકાત્મતાની શોધ છે. આપણી જીવનશૈલીમાં ફેરફાર કરી તથા ચેતના જાગૃત કરીને તે આપણને આબોહવાનાં પરિવર્તનોનો સામનો કરવામાં મદદ કરી શકે છે.

Answered by TbiaSupreme
22

યોગ અત્યંત સમૃદ્ધ અને જટિલ આધ્યાત્મિક પરંપરા છે. યોગનું મૂળ લક્ષ્ય અને કાર્ય એ શારીરિક અને માનસિક વિકાસ, રોગ સામે પ્રતિકાર અને મજબૂત મગજનો વિકાસ છે. આજે યોગ વધુ લોકપ્રિય બન્યો  છે કારણ કે લોકો તેના મહત્વને સમજી રહ્યા છે. આધુનિક સમયમાં લોકોની વ્યસ્ત જીવનશૈલીને કારણે ઉદભવતી  તાણના ઉપચારની ચાવી યોગમાં છે.

યોગ એ કઠોર કસરતોનું સ્વરૂપ નથી પણ તે વ્યવસ્થિત અને લયબદ્ધ હિલચાલનું એક સ્વરૂપ છે. યોગમાં શ્વાસોચ્છવાસનું ખૂબ મહત્વ છે. યોગ ખરેખર જીવનની કલા છે. યોગ એ ઋષિ પતંજલિ દ્વારા વિકસાવવામાં આવેલી એક પ્રાચીન કળા છે.  પશ્ચિમના દેશોમાં  પણ યોગ ખૂબ સ્વીકૃત થયો છે અને બાબા રામદેવ દ્વારા તે વધુ લોકપ્રિય બન્યો છે.

લોકો સામાન્ય રીતે વિચારે છે કે યોગ કસરતનો એક પ્રકાર છે જેમાં શરીરના ભાગને ખેંચવાની અને વાળવાની કસરતોનો સમાવેશ થાય છે, પરંતુ યોગ માત્ર વ્યાયામ કરતાં વધુ છે. યોગ એ માનસિક, આધ્યાત્મિક અને શારીરિક માર્ગ દ્વારા જીંદગી જીવવાનીકલા છે.  

આમ, યોગ દ્વારા આપણે આપણો શારીરિક, આધ્યાત્મિક અને માનસિક વિકાસ કરી શકીયે છીયે. દરરોજ નિયમિત  20-30 મિનિટના યોગથી  શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય સંતુલિત બને છે, જે આજના આ તિવ્ર ગતિથી ચાલતા જીવનમાં ખૂબ જ જરુરી છે.

Similar questions