India Languages, asked by dhairyaviramgami007, 7 months ago

Write autobiography on my favourite season in gujarati​

Answers

Answered by anshikasahu200716
1

Answer:

ઉનાળો માર્ચમાં શરુ થાય છે અને જૂન માસમાં પૂરો થાય છે. ઋતુઓમાં ઉનાળો ખૂબ જ ગરમ હોય છે. ઉનાળાની ઋતુમાં દિવસો લાંબા અને રાત ટૂંકી હોય છે. આ ઋતુ દરમિયાન સવારે થોડી ઠંડક હોય છે, પરંતું બપોરે થતાં જ ખૂબ ગરમી પડવા લાગે છે. બપોરે રસ્તાઓ અને શેરીઓ સૂમસામ બની જાય છે. લોકો પંખા નીચે, એસીમાં, ઝાડ નીચે આરામ કરતા જોવા મળે છે. ઉનાળાની ઋતુમાં આપણે ગરમીથી રાહત મેળવવા પાતળા સૂતરાઉ કપડા પહેરીયે છીએ. ગરમીમાં લોકોની કાર્યક્ષમતા ઘટી જાય છે અને શરીરમાં આળસ રહે છે. ઘણા લોકો ગરમીમાં રાહત મેળવવા હીલ સ્ટેશનો પર ફરવા જાય છે.

ઉનાળો આઇસક્રિમ  અને ઠંડા પીણાની ઋતુ છે. તે કેરી, સંતરા, લીંબુ અને તડબૂચ જેવાં ખાટાં મીઠાં ફળોની પણ  ઋતુ છે. ઘણા સુંદર ફૂલો આ ઋતુમાં ખીલે છે. ઉનાળાની ઋતુમાં હોળીનો તહેવાર ઉજવાય છે. ખેડૂતો ખેતરો ખેડીને ચોમાસાની ઋતુ આવતા પહેલા તેમને તૈયાર કરે છે. બાળકોની પરિક્ષાઓ પૂર્ણ થાય છે અને તેઓ લાંબુ વેકેશન મેળવે છે. આ તેમના માટે આનંદની ઋતુ છે.  

આમ, ઉનાળામાં કુદરતના રૌદ્ર સ્વરુપનાં દર્શન થાય છે.

Explanation:

Similar questions