English, asked by bhaifaug, 4 months ago

write compo on Diwali in Gujarati​

Answers

Answered by jaat8860
4

Answer:

પૃથ્વી સૂર્યદેવની એક પ્રદક્ષિણા પુરી કરે, ત્યારે પૃથ્વી પરનાં આર્ય બાળકે ઉત્સવો ઉજવે. આર્ય–બાલકના આ ઉત્સવના દિવસો તે દિવાળી. આ દિવસોમાં માનવે ઘર ઘર પ્રકાશ પ્રગટાવવા દીપકમાળે પ્રગટાવે છે. વળી દેવને પ્રસન્ન કરવા દેવમંદિરમાં ને વાગે, અનેક પ્રકારના અર્પણ વિધિ થાય, યજ્ઞો થાય, અને રોશની થાય. નાનાં બાળક જેમ માતાપિતાને હસી, રમી, ખેલીને આનંદ આપે; તેમ ભાન હસી, રમી આનંદ કરી દેવને પ્રસન્ન કરે. આમ પ્રત્યેક આર્યગૃહ ઉજળું થાય.

પૃથ્વી સાથે માનો પણ જીવનની એક વર્ષની મુસાફરી પુરી કરે. આથી આ મુસાફરીમાં જે સુખ દુઃખ જોયાં હોય, તેનાં સરવાયાં કાઢે. આ સફર દરમિયાન કયાં સારાં કર્મ કર્યો, અને જીવનમાં કેટલાં ભાથાં બાંધ્યાં, તેના અડસટ્ટા કાઢે; લક્ષ્મીદેવીએ કેટલી મહેર કરી, માલમિલ્કતના કેટલા ભગવટા મળ્યા, અને સરસ્વતીદેવી કેટલાં પ્રસન્ન થયાં તે સર્વે બાબતો વિચારે. સરવાળે જેને લાભ હોય તેઓ નવરંગે રાચવા લાગે ને મનમાં મલકાતા ડોલવા લાગે; અને જે સરવાળે તૂટ દેખે તેઓ ખુણામાં પસી પશ્ચાત્તાપ કરવા લાગે, અને આવતું વર્ષ સારું નીવડે તેને માટે પ્રભુની પ્રાર્થના કરવા લાગે.

દિવાળીના દિવસોએ સગાઈના સંબંધો તાજા થાય. સંબંધી મિત્રો હળે મળે, એક બીજાને શુભ આશીર્વાદ અપાય, વિસરાઈ ગએલાં વહાલાં વતન યાદ કરાય, જીવનમાં અનેરા ઉત્સવ ઉજવાય, અનેક વિધ લહાવા લેવાય, પુણ્યદાન દેવાય, બક્ષીસે અપાયને ભેટે લેવાય. આમ આખે માનવસાગર પરસ્પર હળવા મળવા ઉલટી રહે ને સર્વત્ર આનંદના ફુવારા ઉડે.

દિવાળીના દિવસોમાં ઘર વાળી ઝડી સાફ થાય, રંગ રોગાનથી ઘર શણગારાય, આંગણામાં નવરંગે ભપકાબંધ સાથી આ પુરાય. બારણે બારણે નવીન તોરણ ઝૂકી રહે, વાસણકુસણુ અજવાળાઈ ચકચકિત બને, અને નવાં બિછાનાં પથરાય. આમ સૌનાં ઘર હસી ઉઠે એવાં બને.

દિવાળીને ટાંકણે વિવિધ વાનીઓથી ભરપુર મન માનતાં ભજનના થાળ પીરસાય, અને બાળકે ને મેટેરાં તેમાંની વાનીઓ હોંશે હોંશે ખાય. માબાપ પોતાનાં બાળકોને અનેક પ્રકારનાં આભૂષણેથી શણગારે, તે વખતે તે ખીલેલા કમળ જેવાં લાગે. પચરંગી વિવિધ પહેરવેશમાં ઝળકી રહેતી શણગાર સજેલી સુન્દરીઓનાં વૃંદ દેવદર્શને જાય, તે જાણે દેવસુન્દરીઓ વિહાર કરવા નીકળી હોય તેવું લાગે. આમ બધું નગર અમરાવતી જેવું બની રહે.

દિવાળીના દિવસેમાં દેવમંદિરની શોભાને પાર ન રહે. ત્યાં રંગરાગથી રાચતી માનવમેદની ઉભરાય, દેને મનમાન્યા ભેગ ધરાવાય, મનમાન્યા પ્રસાદ વહેંચાય, અને ભજનકીર્તનની ધૂન ભચી રહે. બુલંદ અવાજે ગાતા બ્રાહ્મણ પૂજારીએ દેવોની અનેકવિધ આરતી ઉતારે ત્યારે લક્ષ્મીનો વરસાદ વરસે, તેથી બ્રાહ્મણનાં દિલ રાચ. આ દિવસેમાં સૌ કોઈ માનવજીવન ધન્ય માને.

દિવાળીના દિવસોમાં બજારે ને ચૌટાં પૂર બહારથી ખીલી ઊઠ; દુકાનનો માલ તે વખતે કળાથી ગોઠવાય, હાટ પુરેપુરી રીતે શણગારાય. દૂધ જેવી ઉજળી ચાદર બિછાવી ગાદી તકીઆની બેઠકે ગોઠવાય, અને પાન સેપારી ને સાકરની થાળીઓ સન્માન કરવા ઉછળી રહેતી હોય એમ લાગે. લક્ષ્મી ને શારદાનાં પૂજન થાય તે વખતે ભાલમાં તિલક કરી, ચણેકી જેવી લાલચેળ પાઘડી પહેરી, શાલદુશાલ ઓઢી, દુકાનના શેઠ મલકાતા ગાદી ઉપર આળોટે, અને આવનાર જનારનું મીઠી સાકર જેવી વાણીથી સ્વાગત કરે; આમ જ્યાં ત્યાં ભપકાના પહાડ ફાટે અને ધમાલ મચી રહે.

દિવાળીની રાત્રિ એટલે રોશનીને પુર બહાર. એમના તારા જાણે પૃથ્વી ઉપર ઉતરે, તેની માળાઓ બને, અને દીપક રૂપે પ્રકાશી રહેતા હોય એમ માલમ પડે. પ્રત્યેક માનવગ્રહ દીપમાળથી ઝળકી રહે, અને તે દીપકે દેશની પ્રેમભરી દષ્ટિ રૂપે લાગે. એ રાત્રિએ માનવો હઈમાં નાચે કૂદે ને બેલે. તે વખતે ફટાકડા ને કુલકણીઓ ફૂટે, અને હવાઈઓ ને ગગનગોળાએ છૂટે. તારામંડળને અને બપોરીઆના રાતાપીળા પ્રકાશથી બજારે ને શેરીઓ છવાઈ રહે. આમ બાળકોના હર્ષનાદથી તેમજ દારૂખાનાના કડાકા ન ભડાકાથી આખું નગર ગાજી રહે.

દિવાળીનાં આ અજવાળાં માનવજીવનમાં પ્રકાશ રેડે અને આશાના મહેલ ઉંચા કરે; નવીન આશાઓ પ્રગટાવે ને વિકસાવે; માનવજીવનને ઉત્તેજિત કરે અને ધન્ય બનાવે. આ કારણથી આવી અનેક દિવાળીએ લલાટે લખાય એવું સૌ કોઈ પ્રભુ પાસે માગે ને ઈચ્છે, આમ દિવાળીનાં અજવાળાં પ્રાણિમાત્રના જીવનમાં અવનવાં ચેતન પ્રગટાવે છે અને જીવનમાં અવનવા પલટા કરે છે.

Explanation:

Hope It will help you

Answered by freefireking14
5

Explanation:

Friction is the force resisting the relative motion of solid surfaces, fluid layers, and material elements sliding against each other. There are several types of friction: Dry friction is a force that opposes the relative lateral motion of two solid surfaces in contact.

Similar questions