Write Essay On Holi In Gujarati.
Answers
Explanation:
દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી.
હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં,અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને રંગોનો તહેવાર પણ કહેવાય છે. ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં,હોળીને હુતાસણીથી ઓળખવામાં આવે છે. હોળીના બીજા દિવસ ધુળેટીને પડવો કહેવામાં આવે છે.
હોળી આવતા લોકો ખુબ ઉત્સાહિત થઇ જાય છે . વર્ષનો આ સમય વસંત ઋતુના વધામણાનો સમય હોય છે. ખેતરો પાકથી લહેરાતાં હોય છે. યુવાન હૈયાં વસંતની સાથોસાથ ખીલી ઉઠે છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે જે ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધુળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતાં જુવાન નર-નારીઓમાં જણાઈ આવે છે.
એટલે તો હોળીને દોલયાત્રા કે વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
હોળીના દિવસોમાં ઘણા વિસ્તારોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધા જ લતાઓ કે વિસ્તારોમાં ફરીને હોળી માટેનો ફાળો ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે. સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા,લાકડાં ની હોળી ખડકીને હોળી પ્રગટાવવામાં આવે છે.
લોકો પ્રગટાવેલ હોળીની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી હોળીનું
પૂજન કરે છે.
ઉજવણીની રીતો અલગ હોઈ શકે એમ છતાં દરેકની ભાવના એક જ હોય છે, અને તે એ કે હોળી પ્રગટાવી આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું.
Answer:
હોળી મિત્રો અને પરિવાર સાથે ખુશીની ઉજવણી કરવા વિશે છે. લોકો તેમની મુશ્કેલીઓ ભૂલી જાય છે અને ભાઈચારોની ઉજવણી કરવા માટે આ ઉત્સવમાં સામેલ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, આપણે આપણી દુશ્મનીને ભૂલી જઈએ છીએ
Explanation:
હિંદુ ધર્મ માને છે કે હિરણ્યકશ્યપ નામનો એક રાક્ષસ ઘણા સમય પહેલા હતો. તેમને પ્રહલાદ નામનો એક પુત્ર અને હોલીકા નામની એક બહેન હતી. એવું માનવામાં આવે છે કે શેતાન રાજાએ ભગવાન બ્રહ્માનો આશીર્વાદ લીધો હતો
આ પછી, બધા લોકોએ તેમના પુત્ર પ્રહલાદ સિવાય તેને પૂજા કરવાનું શરૂ કર્યું. પ્રહલાદે ભગવાનને બદલે તેમના પિતાની ઉપાસના કરવાનો ઇનકાર કરી દીધો કારણ કે તે ભગવાન વિષ્ણુનો સાચો વિશ્વાસ હતો. તેની ના પાડી જોઈને