તહેવારો તમને શા માટે ગમે છે ?
write in 3 to 4 lines.
Answers
Explanation:
મારું માનવું છે કે, જો આપ તહેવારની ઉજવણીમાં સંપૂર્ણપણે સામેલ થશો તો, આપ જીવનમાં ઉત્સાહી અને આનંદી બનતા શીખશો. આજના મોટાભાગના લોકો સાથે એક સમસ્યા છે, તેઓ માને છે કે, કંઈક મહત્વનું કામ તેમની સામે આવે એટલે તેઓ ગંભીર બની જાય છે. પણ આનાથી વિરુદ્ધ તેઓ સ્વીકારે કે, સામે આવેલી બાબત મહત્વની નથી, તો તેઓ શાંત થઇ જશે. જો કે ગંભીર ન હોય તેવી બાબતોમાં આપણે ઉત્સાહ પણ નથી દર્શાવતા. આપને ખ્યાલ છે કે, જ્યારે કોઈ વ્યક્તિ કહે છે કે, "તે ખૂબ જ વ્યસ્ત છે," તેનો અર્થ તમને ખ્યાલ છે ? મોટાભાગના લોકો આ જ સ્થિતિમાં છે. મહત્ત્વનું આવે એટલે એક જ વસ્તુ થવાની છે. બાકીની બધી બાબતોની દરગુજર કરવામાં આવશે. કારણ કે, તેઓ અન્ય વસ્તુ માટે ગંભીરતા નથી અનુભવતા. આથી તેઓ રસ અને સમર્પણ બતાવવા પણ અસમર્થ હોય છે. આ એક મુખ્ય સમસ્યા છે. પણ જો તમે તમામ વસ્તુઓને હળવાશથી લો તો, તમારા જીવનમાં ઉત્સાહ અને ઉમંગ બની રહેશે. આ જ જીવનનું મોટું અને ઊંડું પાસું છે. જે માટે તહેવારો ઉજવવામાં આવે છે. જો જો આ ચૂકી ન જવાય.