ઊર્જાનો એકમ જૂલ= વોટ X _____.
Answers
Answer:
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
જો તમે બલ્બને જુઓ તો કંઈક આ રીતે લખેલું મળશે 10 વોટ અથવા 100 વોટ આ વોટનો અર્થ શું થાય અને તેની ગણતરી કઈ રીતે કરી શકાય આપણે આ બાબત આ વિડિઓમાં સમજીશું અહીં 10 વોટ વિધુત પાવર ને દર્શાવે છે વિધુત પાવર એટલે પાવર બરાબર એકમ સમયમાં ખર્ચાતી અથવા પહોચાડેલ ઉર્જા હવે આપણે આના એકમ વિશે વિચારીએ તો સમયનો એકમ આપણને સેકન્ડ મળે અને ઉર્જાનો એકમ આપણને જુલ મળે અને જુલ પ્રતિ સેકન્ડના બદલે આપણે વોટ લખી શકીએ અહીં એકમ વોટ એ જેમ્સ વોટની યાદમાં લીધેલ છે અહીં આપણને 10 વોટ આપવામાં આવેલ છે તો 10 વોટ બરાબર શું થાય તે આપણને 10 જુલ પ્રતિ સેકન્ડના બરાબર મળે તેનો અર્થ એ થાય કે દરેક સેકન્ડે આ ઇલેક્ટ્રિક બલ્બ 10 જુલ ઉર્જા પુરી પડે છે જયારે હું ખર્ચાતી ઉર્જા કહું ત્યારે તેનોઅર્થ એમ થાય કે વિધુત ઉર્જાનું કોઈ બીજી ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતર થયું છે આ ઉદામાં તે ઉષ્મા અને પ્રકાશ છે બીજા બધા ઉદા પણ છે જેમ કે સ્પીકરમાં આપણે તેને ધ્વનિમાં રૂપાંતર કરીએ છીએ અને પંખામાં તેને ચક્રીય ગતિ કરાવીએ છીએ અથવા યાત્રિક ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ આપણા ઘરમાં જોવા મળતા સાધનોનું રેટિંગ દર્શાવતું કોષ્ટક લઈએ દાખલ તરીકે એરકંડીશનરનો પાવર રેટિંગ સૌથી વધુ છે તે 1000 ,2000 અથવા 2500 પણ હોઈ શકે 100 હાજરનો અર્થ થાય કે દરેક સેકન્ડે એરકંડીશનર 1000 જુલ વિધુત ઉર્જાનો ઉપયોગ કરે છે જો આપણે મોબાઈલ ફોન માટે લઈએ તો એ ખુબ ઓછો પાવર વાપરે છે લેસ ધેન 5 વોટ હવે મને પ્રશ્ન થાય છે કે આ ઉર્જા ક્યાંથી આવે છે એટલે કે તે કોઈ જગ્યાએથી આવતી હોવી જોઈએ તમે મોબાઈલ ફોન અને લેપટોપ માટે સમજી શકો છો તે આપણને બેટરી માંથી મળે છે પરંતુ આપણા ઘરેલુ વિધુત પરિપથમાં આ ઉર્જા પાવર સ્ટેશનમાં રહેલા ખુબ મોટા જનરેટર માંથી મળે છે આ વસ્તુઓ કોઈ બીજા સ્વરૂપમાં રહેલી ઉર્જાને વિધુત ઉર્જામાં રૂપાંતર કરે છે જેમ કે બેટરી રાસાયણિક ઉર્જાનું વિધુત ઉર્જામાં રૂપાંતર કરે છે તમે તેના વિશે રસાયણ શાસ્ત્રમાં વધુ સમજશો જયારે જનરેટર યાંત્રિક ઉર્જાનું વિધુત ઉર્જામાં રૂપાંતર કરે છે આપણે આ બધી માહિતી પછીના વીડીઓમાં સમજીશું આપણા ઘરે આવતા વિધુત માટે આપણે ઉર્જાના ઉપયોગના આધારે રકમ ચૂકવીએ છીએ વોલ્ટેજ અથવા કરંટ માટે ચુકવતા નથી આથી વિધુત પ્રવાહની ગણતરી કરવી મહત્વની છે અને તે આપણે અત્તયારે વોલ્ટજ તથા કરંટના સંધર્ભમાં સમજીએ તેના માટે આપણે એક ઉદા લઇ સમજીએ ધારો કે આપણી પાસે બલ્બ છે અને તેમાંથી બે એમ્પીયર જેટલો કરંટ એટલે કે વિધુત પ્રવાહ પસાર થાય છે અને બલ્બના છેડા આગળ વિધુત સ્થતિમાનના તફાવત 5 વોલ્ટ છે આ બે સંખ્યાના આધારે આપણે બલ્બ દ્વારા વપરાતો પાવર શોધી શકીએ તે સમજવા માટે આપણે સૌ પ્રથમ કરંટ અને વોલ્ટેજનું પુનરાવર્તન કરી લઈએ અહીં બે એમ્પીયરના બરાબર 2 કુલમ પ્રતિ સેકન્ડ થાય તેનો અર્થ થાય કે પરિપથના કોઈ પણ બિંદુ આગળ દરેક સેકન્ડે બે કુલમ વિધુત ભાર પસાર થાય છે હવે આ વોલ્ટ જ નો અર્થ શું થાય આના બરાબર 5 જુલ પ્રતિ કુલમ થાય તેનો અર્થ થાય કે જયારે કુલમ બલ્બના એક છેડાથી બીજા છેડે પસાર થાય ત્યારે તે બલ્બને 5 જુલ જેટલી ઉર્જા પુરી પડે છે આ બંને પરથી આપણે સમજી શકીએ કે દરેક સેકન્ડે કુલમ પસાર થતા 5 જુલ જેટલી ઉર્જા ખર્ચાય છે અને દરેક સેકન્ડે બે કુલમ પસાર થાય છે આથી આ બે સંખ્યાઓના આધારે આપણે દરેક સેકન્ડે વપરાતી જુલ ઉર્જા શોધી શકીએ આથી આ બે સંખ્યાઓના આધારે શું આપણે દરેક સેકન્ડે વપરાતી જુલ ઉર્જા શોધી શાકિર તમે વીડીઓ અટકાવીને જાતે ઉકેલવાનો પ્રયત્ન કરી શકો સૌપ્રથમ આપણે 1 સેકન્ડ માટે લઈએ 1 સેકન્ડ માટે આપણે જાણીએ છીએ કે દરેક સેકન્ડે બે કુલમ પસાર થાય છે પરંતુ દરેક કુલંબે 5 જુલ જેટલું ઉર્જા વપરાય છે આથી બે ગુણ્યાં 5=આપણને 10 મળે એટલે કે દરેક સેકન્ડે 10 જુલ જેટલું ઉર્જા પુરી પડે છે આથી પાવર આપણને 10 વોટ મળે જો આપણે આનું એકમ લખવું હોય તો દરેક સેકન્ડે બે કુલમ પસાર થાય છે આથી કુલમ પ્રતિ સેકન્ડ ગુણ્યાં જુલ પ્રતિ કુલમ અહીં આ કુલમ આ કુલમ કેન્સલ થઇ જશે આથી આપણને 10 જુલ પ્રતિ સેકન્ડ મળે આને આપણે 10 વોટ પણ લખી શકીએ જો કરંટ 3 એમ્પીયર હોય તો એક સેકન્ડે 3 કુલમ પસાર થાય આથી આ 3 થાય બીજા શબ્દોમાં ધારો કે વોલ્ટેજ 20 વોલ્ટ છે તો દરેક સેકન્ડે 20 જુલ ઉર્જા પુરી પડે આથી આ 20 મળે બીજા શબ્દોમાં ધારો કે વોલ્ટજ 20 વોલ્ટ છે તો દરેક સેકન્ડે 20 જુલ ઉર્જા પુરી પડે આથી આ 20 થાય આપણે પાવર મેળવવા માટે વોલ્ટેજ અને કરંટને ગુણીએ છીએ આથી આપણે લખી શકીએ કે વિધુત પાવર એ વોલ્ટેજ અને કરંટના ગુણંફળના બરાબર હોય છે જો તમે આ બંનેના મૂલ્યને જાણતા હોય તો તમે વિધુત પાવરને શોધી શકો છો જો આપણે સાધનનો પાવર રેટિંગ જાણતા હોય અને સાધનના છેડા આગળનો વોલ્ટેજ જાણતા હોય તો આપણે વિધુત પ્રવાહ એટલે કે કરંટને શોધી શકીએ ટૂંકમાં સમજીએ તો કોઈ પણ વિધુત પરિપથમાં સ્ત્રોત જેમ કે બેટરી અથવા જનરેટર હોય છે જે વિધુત પાવરને પહોંચાડતા હોય છે અને ત્યાં અમુક સાધનો હોય છે જે વિધુત પાવરને વાપરે છે તથા આપણે વ્યાખ્યાયિત કર્યું કે પાવર એટલે પ્રતિ સેકન્ડ કેટલી ઉર્જા ખર્ચાય અથવા પહોંચાડે છે અને તેને આપણે વોટમાં માપીએ છીએ પછી આપણે સાધન વડે વપરાતા અથવા ખર્ચાતા પાવરને શોધ્યું જે આપણને તે સાધનના વોલ્ટેજ અને કરંટના ગુણંફળ જેટલું મળે છે આપણે કહી શકીએ કે વધુ પાવર આપણને વધુ વોલ્ટેજ અને વધુ કરંટના મૂલ્યના આધારે મળી શકે.