History, asked by mukeshven2002, 1 year ago

રાણી વિક્ટોરિયા ભારતમાં ક્યારે આવી

Answers

Answered by samridhisardwal25
1

Answer:

૧૮૫૭ના ભારતીય વિપ્લવને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, મહાન બળવો, ભારતનો વિપ્લવ, ૧૮૫૭નો બળવો, ૧૮૫૭નો વિપ્લવ, ૧૮૫૭ની નવજાગૃતિ, સૈનિક બળવો અને સૈનિક વિપ્લવ તરીકે પણ ઓળખવામાં આવે છે. બળવાની શરૂઆત ૧૦ મે ૧૮૫૭ના રોજ મેરઠમાં થઇ હતી જ્યારે બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેના દ્વારા ભરતી કરવામાં આવેલા મૂળ સૈનિકોમાંથી સિપાહીઓના એક જૂથે કથિત જાતિ આધારિત અન્યાય અને અસમાનતા સામે બંડ પોકાર્યો હતો. આ આંતરિક બળવો ટૂંક સમયમાં કંપની સામે વિદ્રોહ અને નાગરિક બળવામાં ફેરવાઇ ગયો હતો.

મુખ્ય ઘર્ષણ મોટા ભાગે ગંગાની ઉપરના મેદાનો અને મધ્ય ભારતમાં થયો હતો જેમાં મોટા ભાગની લડાઇ આજના ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરીય મધ્ય પ્રદેશ અને દિલ્હી વિસ્તારમાં થયું હતું.[૧] બળવાના કારણે આ ક્ષેત્રમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા સામે નોંધપાત્ર ખતરો પેદા થયો હતો[૨] અને ૨૦ જૂન ૧૮૫૮ના રોજ ગ્વાલિયરના પતન પછી જ તેને અંકુશમાં લઇ શકાયો હતો.[૧] કેટલાકના માનવા પ્રમાણે આ બળવો સ્વતંત્રતા મેળવવા માટે નેવુ વર્ષ દરમિયાન થયેલી કેટલીક ચળવળ પૈકી એક હતો જેમાં અંતે ૧૯૪૭માં સ્વતંત્રતા મળી હતી.

કંપનીના નિયંત્રણ હેઠળના ભારતના અન્ય ક્ષેત્રો- બંગાળ પ્રાંત, બોમ્બે પ્રેસિડન્સી અને મદ્રાસ પ્રેસિડન્સી- મોટા ભાગે શાંત રહ્યા હતા.[૧] પંજાબમાં શીખ રાજાઓએ કંપનીને સૈનિકો અને સમર્થન પુરું પાડીને મદદ કરી હતી.[૧] હૈદરાબાદ, મૈસુર, ત્રવણકોર અને કાશ્મીર જેવા મોટા રજવાડા તથા રાજપૂતાનાના રાજ્યો બળવામાં જોડાયા ન હતા.[૩] કેટલાક ક્ષેત્રોમાં જેમ કે અવધમાં યુરોપીયન હાજરી સામે દેશભક્તિના બળવા તરીકે બળવાની શરૂઆત થઇ હતી.[૪] ઝાંસીની રાણી જેવા વિપ્લવના નેતાઓ અડધી શતાબ્દી બાદ ભારતની રાષ્ટ્રવાદી ચળવળમાં લોક નાયક બની ગયા હતા,[૧] જોકે તેમણે જાતે નવી વ્યવસ્થા માટે કોઈ “સુસંગત વિચારધારા” રચી ન હતી.[૫] વિપ્લવના કારણે 1958માં ઇસ્ટ ઇન્ડિયા કંપની વિખેરી નાખવામાં આવી હતી અને અંગ્રેજોને ભારતમાં સૈન્ય, નાણાકીય વ્યવસ્થા અને વહીવટીતંત્ર હાથમાં લેવું પડ્યું હતું.[૬] તેથી નવા અંગ્રેજ રાજ હેઠળ ભારત સીધું તાજના નિયંત્રણ હેઠળ આવ્યું હતું.

Similar questions