Hindi, asked by desaikomal931, 10 months ago

આવ નહીં ,આદર નહીં ,નહીં નયન નેહ, તે ઘર કદી ન જઈએ ,કંચન વરસે મેહ​

Answers

Answered by GujjarBoyy
137

Explanation:

આવ નહિ, આદર નહિ, નહિ આંખો માં સ્નેહ

તે ઘર કદી ના જાઈએ, ચાહે કંચન વરસે મેહ

ભણતા ત્યારે અર્થવિસ્તાર માં આવતી આ પંક્તિઓ. થોડો શબ્દ ફેર હશે કદાચ.લખાયું હશે વર્ષો પેહલા, ભણ્યા ને પણ વર્ષો થયા...આજે પણ યાદ છે અને આજ ના સમય માટે એકદમ યથાર્થ પણ. ઘણા ના ઘરે જાઈએ તો સામે વાળા ના વર્તન પરથી જ લાગે કે ભાઈ કેમ આવ્યા છો, જલ્દી જજો અથવા વર્તન જ કહી જાય કે તમે આવ્યા તો ઠીક પણ કઈ ખાસ ગમ્યું નથી. વ્યવહાર ની રીત છે એટલે જવું પણ પડે અને વારંવાર પણ જવું પડે. ઘણા લોકો મળે તો એમનો ઉમળકો પણ એટલો ઠંડો અને આર્ટીફીસીયલ લાગે કે એમ થાય કે ભાઈ ના જ પડી દો ને કે તમને મળવું નથી ગમતું? અને કોઈક ગ્રુપ માં સાથે હોઈએ તો ચોખ્ખું દેખાય કે આપણેને જોઈને આમને કેટલો ભાર પડ્યો ને બીજી વ્યક્તિ ને જોઈને કેવા ગુલાબ જેવા ખીલી ગયા. હશે આપણે એમને નહિ ગમતા હોઈએ ને ગમવા જરૂરી પણ નથી...પણ સાલું આપણે વ્યવહારે ના જઈએ તો ચાલે પણ નહિ, કોઈને મોઢે મોઢ કહેવાય પણ નહિ. ના જઈએ તોય ખરાબ અને જઈએ તો આપણું મન દુભાય. સાલું કરવું શું એ જ ના સમજાય!

ઘણા લોકો સાથે ના આપણે કઈ ખરાબ કર્યું હોય, કઈ એવું કડવું બોલ્યા હોઈએ કે કઈ વ્યવહાર ચુક્યા હોઈએ પણ કોણ જાણે કેમ આપણો ચહેરો જોઈ ને જ એમનો મૂડ મારી જાય. ઘણા લોકો કશું બોલે નહિ પણ તમને એટલા બધા "taken for granted" લે કે તમારે સમજી જવું પડે કે અહીં આપણી હાજરી નું મહત્વ કેટલું છે. એવા પણ ઘરો છે જ્યાં પેહલા જતા તો લાગતું કે આપણે અહીંનો એક હિસ્સો છીએ અને હવે એમનો સમય બદલાયો હોય એમનો એટલે આવ્યા તોય ઠીક ને ના આવ્યા તો ભલા.

દરેક માણસ સ્વતંત્ર છે પોતાના ગમા અને અણગમા માટે પણ તો પછી એવા વ્યવહારો અને સંબંધો પણ શું કામ ઘસડવાના? જે ના ગમતા હોય એને ના જ પાડી દેવી કે ભાઈ આવતા નહિ ને મળતા નહિ. દરેક ને પોતાના ગમતા લોકો અને પોતાનું એક અંગત નજીક નું વર્તુળ હોય છે...હોવું જ જોઈએ. પણ તમને જે લોકો પ્રત્યે અણગમો છે એમને કહી દેવું જોઈએ કે દૂર રહો માફ કરજો પણ આપણું ખાસ જામતું નથી. પણ આવેલા ને મોળો આવકાર આપીએ, વ્યવહારે આવેલા ને અણગમો બતાડીએ એ અપમાન કહેવાય.

અને જેમ ઉપર ની પંક્તિઓ માં કહ્યું છે એમ દરેક વ્યક્તિ માં એટલી હિમ્મત હોવી જોઈએ કે જ્યાં આંખો માં સાચો સ્નેહ અને મીઠો આવકાર ના હોય ત્યાં સોનુ પણ વરસતું હોય તો પણ ના જવું. અને શીખવા જેવી વાત એ કે આવી ભૂલ મારા પોતાનાથી ના થાય કે મારા આંગણે આવેલો અતિથિ કે મારા વ્યવહાર માં આવેલો કોઈ વ્યક્તિ મારા થકી એવું કંઈ અનુભવે

MARK AS BRAINLIEST....

Answered by mehulblyahooin
70

Answer:

Please mark as Brainliest

Explanation:

પ્રસ્તુત કાવ્ય પંક્તિ મા કવી શ્રી કહે છે કે જેના ઘરે અપણે જઈએ અને આપણ ને માન ન મળે તો તે ઘરે જવું ન જોઈએ,પછી ભલે ને તેના ઘરે સોના નો વરસાદ થતો હોય તો તે કામનો નથી.

ભગવાન શ્રી કૃષ્ણ એ પણ દુર્યોધન ના ૫૬ પકવાન ધુંકારાવી ને વિદુર ની ઘરે ભાજી ખાધી હતી અપણે આપણું સન્માન ખોઈ કામ ન કરવું જોઇએ. દરેક વ્યક્તિ ને પોતાનું સન્માન વ્હાલું હોય છે..તેથી તેવા ઘરે જવું ન જોઈએ કે જે ઘરે આપણ ને પ્રેમ થી બોલાવે પણ નહિ.

Similar questions