Accountancy, asked by jayadipsumaniya, 8 months ago

પૃથ્વી ની ગતીઓ કેટલી​

Answers

Answered by mahendrasingh09123
1

Explanation:

લાખો-કરોડો જાતિઓ (species)[૨૨] અને મનુષ્ય (human)નું રહેઠાણ એવી પૃથ્વી, આખા બ્રહ્માંડ (universe)નો એક માત્ર એવો ગ્રહ છે જ્યાં જીવન (life) હોવાનું જાણવા મળ્યું છે. 4.54 અબજ વર્ષો (4.54 billion years) પહેલાં પૃથ્વીની રચના થઈ હતી[૨૩][૨૪][૨૫][૨૬] અને આશરે એક અબજ વર્ષ પછી તેની સપાટી પર જીવન પાંગર્યું હતું. ત્યારથી, પૃથ્વીના જીવમંડળ (biosphere)ના કારણે તેના વાયુમંડળ (the atmosphere)માં અને અન્ય અજૈવિક (abiotic) પરિસ્થિતિઓમાં નોંધપાત્ર ફેરફાર આવ્યો છે; હવામાંના જીવતંત્રો (aerobic organisms)નો વિપુલ પ્રમાણમાં વિકાસ તેમ જ ઓઝોન સ્તર (ozone layer)ની રચનાથી તથા તેની સાથે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર (Earth's magnetic field)ની અસર સૂર્યના હાનિકારક કિરણોને પૃથ્વીની સપાટી પર પહોંચતા અટકાવે છે, જેના પરિણામે પૃથ્વી પર જીવન સંભવી શક્યું છે. [૨૭]આ સમયગાળામાં, પૃથ્વીના ભૌતિક ગુણધર્મો તેમ જ તેના ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસ અને તેની ભ્રમણકક્ષાના કારણે જીવન ટકી શકયું. કહેવાય છે કે પૃથ્વી પર હજી 1.5 અબજ વર્ષો સુધી જીવન ટકી શકશે, એ પછી સૂર્યની વધતી જતી તેજસ્વિતા, પૃથ્વીના જીવમંડળને બરબાદ કરી નાખશે. [૨૮]

પૃથ્વીનું ઉપલી સપાટી (outer surface) વિવિધ કઠોર ભાગોમાં અથવા તો ટેકટોનિક પ્લેટો (tectonic plate)માં વહેંચાયેલી છે. આ ટેકટોનિક પ્લેટો લાખો-કરોડો વર્ષો (many millions of years)થી સપાટી પર આમથી તેમ ધીમે ધીમે ગતિ કરી રહી છે. પૃથ્વીની સપાટીનો 71% ભાગ ખારા પાણી (salt-water)ના સમુદ્ર (ocean)થી રોકાયેલો છે, બાકીનો ભાગ ખંડો (continent), દ્વિપો (island) અને જે અન્ય કોઈ ગ્રહની સપાટી પર જોવા મળ્યું નથી એવા જીવન માટે આવશ્યક એવા પ્રવાહી જળ (water)થી રોકાયેલો છે.[note ૭][note ૮] પ્રમાણમાં ઘન કહેવાય તેવા લાવારસના આવરણ (mantle)થી બનેલું પૃથ્વીનું અંતરાળ સક્રિય હોય છે, પ્રવાહી બાહ્ય ગર્ભ (outer core) લોહચુંબકીય ક્ષેત્ર ઊભું કરે છે અને અંતઃ ગર્ભ (inner core) ઘન લોહ ધાતુઓનું બનેલું હોય છે.

પૃથ્વી બાહ્ય અવકાશ (outer space)માંના સૂર્ય, ચંદ્ર (Moon) તેમ જ અન્ય ગ્રહો સાથે ક્રિયા-પ્રતિક્રિયાઓ કરે છે. અત્યારે, પૃથ્વી પોતાની ધરી પર એક ભ્રમણ પૂરું કરે તેને આપણે એક દિવસ કહીએ છીએ અને ૩૬૫.૨૬ દિવસમાં પૃથ્વી સૂર્યની આસપાસ એક પરિભ્રમણ પૂરું કરે છે.

આટલા સમયગાળાને તારક વર્ષ (sidereal year) કહેવામાં આવે છે, જે ૩૬૫.૨૬ સૌર દિવસો (solar day) સમાન છે. [note ૯]

પૃથ્વીની ધરી, 23.4ના ખૂણે તેની ભ્રમણકક્ષા (orbital plane)ને કાટખૂણે (perpendicular) સહેજ નમેલી (tilted) છે, [૨૯] જેના કારણે પૃથ્વીની સપાટી પર એક ઉષ્ણકટિબંધીય વર્ષ (tropical year) (૩૬૫.૨૪ સૌર દિવસો) દરમ્યાન જુદી જુદી ૠતુઓ પેદા થાય છે.

ચંદ્ર પૃથ્વીનો એક માત્ર જાણીતો કુદરતી ઉપગ્રહ (natural satellite) છે. આશરે 4.53 અબજ વર્ષો પહેલાં ચંદ્રે પૃથ્વીની ફરતે પરિભ્રમણ કરવાનું શરૂ કયુર્ં. તેના આ પરિભ્રમણથી સમુદ્રમાં ભરતી-ઓટ (tide) પેદા થાય છે, પૃથ્વીની ધરીનો ખૂણો સ્થિર બની રહે છે તથા પૃથ્વીનું તેની ધરી પરનું પરિભ્રમણ ધીરે ધીરે ધીમું પડતું જાય છે.આશરે ૪.૧ અને ૩.૮ અબજ વર્ષો અગાઉ થયેલ ભારે તોપમારા જેવા વરસાદ (Late Heavy Bombardment)થી ઊભી થયેલી મધ્યગ્રહો (asteroid)ની અસરોથી પૃથ્વીની સપાટી પરના વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર થયો હતો.

પૃથ્વીના પેટાળમાંના ખનિજ સ્રોતો તેમ જ જીવમંડળની પેદાશો વિશ્વની માનવ વસતિને ટકવા માટે જરૂરી સ્રોતો પૂરાં પાડે છે. પૃથ્વી પર વસતા મનુષ્ય સમુદાયો આશરે 200 સાર્વભૌમી રાષ્ટ્રોમાં વહેંચાયેલા છે, જે એકબીજા સાથે વેપાર, પ્રવાસ, રાજકીય મુત્સુદ્દીપણા અને લશ્કરી ગતિવિધિઓથી સંપર્કમાં રહે છે. પૃથ્વી બાબતે માનવ સંસ્કૃતિએ અનેક વિભાવનાઓ ઊભી કરી હતી- જેમાં પૃથ્વીને દૈવી માનવાની બાબત, સપાટ પૃથ્વી (flat Earth)ની વિભાવના અને પૃથ્વીને જાળવણી માંગતી એક સંકલિત વાતાવરણ વ્યવસ્થા તરીકે જોતા આધુનિક દષ્ટિકોણનો પણ સમાવેશ થાય છે.

૧૯૬૧ જયારે યુરી ગાગરિન (Yuri Gagarin) બાહ્ય અવકાશમાં પહોંચ્યો ત્યારે પહેલીવાર કોઈ માનવીએ પૃથ્વીની સપાટીથી બહાર પગ મૂકયો હતો.

Similar questions