India Languages, asked by khushichavda271106, 7 months ago

ચાર અથવા પાંચ વર્ષ પૂર્વે નિકટના સાથીઓના આગ્રહથી મેં આત્મકથા લખવાનો સ્વીકાર કર્યો હતો; અને આરંભ પણ કરેલો. પણ એક પાનું ફૂલસ્કેપનું પૂરું ન કરી શક્યો તેટલામાં મુંબઈની જવાળા સળગી અને મારું આદર્યું અધૂરૂં રહ્યું. ત્યાર પછી તો હું એક પછી એક એવા વ્યવસાયોમાં પડ્યો કે છેવટે મને મારું યરવડાનું સ્થાન મળ્યું. ભાઈ જેરામદાસ પણ હતા. એમણે મારી પાસે એવી માગણી કરી કે બીજાં બધાં કામ પડતાં મુકીને મારે આત્મકથા તો પહેલી જ લખી નાખવી. મેં એમને જવાબ મોકલ્યો કે મારો અભ્યાસક્રમ ઘડાઈ ચૂક્યો છે, અને તે પૂરો થતાં સુધી હું આત્મકથાનો આરંભ ન કરી શકું. મને જો મારો પૂરો સમય યરવડામાં ગાળવાનું સદ્‌ભાગ્ય પ્રાપ્ત થયું હોત તો હું જરૂર ત્યાં જ આત્મકથા લખી શકત. પણ તેને પહોંચવાને હજુ મને એક વર્ષ બાકી હતું. તે પહેલાં હું કોઈ પણ રીતે આત્મકથાનો આરંભ પણ કરી શકું એમ નહતું, એટલે તે રહી ગયું. હવે સ્વામી આનંદે ફરી પાછી એ જ માગણી કરી છે. અને મેં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ પૂરો કર્યો છે, તેથી આત્મકથા લખવા લલચાયો છું. સ્વામીની માગણી તો એવી હતી કે મારે આખી કથા લખી નાખવી અને પછી તે પુસ્તકાકારે છપાય. મારી પાસે એકસામટો એટલો સમય નથી. જો લખું તો ’નવજીવન’ને સારુ જ લખી શકાય. મારે ’નવજીવન’ સારું કંઈક તો લખવાનું હોય જ. તો આત્મકથા કાં નહીં ? સ્વામીએ એ નિર્ણય કબૂલ રાખ્યો, અને આત્મકથા લખવાનો હવે મને અવસર આવ્યો.
ગાંધીજીની આત્મકથાની પ્રસ્તાવનામાંથી
1. જેરામ દાસે ગાંધીજીને શી સલાહ આપી ? *
1 point
A. બીજા બધાં કામો પડતા મેલી આત્મકથા લખી નાખવી
B. અભ્યાસક્રમ પ્રમાણે આત્મકથા લખો.
C. ‘નવજીવન’ માટે આત્મ કથા લખો
D. એક પણ નહીં
2. ગાંધીજીની આત્મકથા લેખનનું કામ કેમ અટકી પડ્યું ? *
1 point
A. જેરામ દાસે કહ્યું એટલે
B. મુંબઈની જ્વાળા સળગી
C. બીજા દેશ સેવાનાં કામો એટલે
D. આત્મકથા લખવી અઘરી એટલે
3. ગદ્ય ખંડમાં કઈ જેલનું નામ છે ? *
1 point
A. સાબરમતી
B. યરવડા
C. નવજીવન
D. મુંબઈ
4. સ્વામીની માગણી એવી હતી કે એક સાથે આખી આત્મકથા લખવી પણ તે શક્ય ના હતું કેમ કે .... *
1 point
A. મુંબઈમાં જ્વાળા સળગી ઉઠી હતી.
B. ગાંધીજી પાસે એક સામટો એટલો સમય ના હતો.
C. અંગ્રેજો સામે લડવાનું હતું.
D. એક પણ નહીં
5. નવજીવન માટે આત્મકથા લખવાનો નિર્ણય કોને કબૂલ રાખ્યો ? *
1 point
A. જેરામદાસ
B. સ્વામી આનંદ
C. ગાંધીજી

Answers

Answered by lakshmimandi1988
2

Answer:

C is right answer pls thanks my all anderok

Similar questions